કાર્યવાહી:મહેસાણામાં થાઈ સ્પામાં મસાજની આડમાં દેહવિક્રયના ધંધાનો પર્દાફાશ

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિસનગર રોડ પર ગોકુલધામ પ્લાઝામાં ચાલતો હતો અનૈતિક ધંધો
  • એસઓજીએ 3 શખ્સોને પકડ્યા, સ્પા સંચાલક ફરાર, 4 સામે ગુનો

મહેસાણાના વિસનગર રોડ ઉપર ગોકુલધામ પ્લાઝામાં બીજા માળે આવેલા થાઈ સ્પામાં મસાજના નામે દેહવિક્રયનો ધંધો ચાલતો હોવાનો પોલીસે પર્દાફાશ કર્યો છે. એસઓજી પોલીસે ડમી ગ્રાહક બની રેડ કરી અલગ-અલગ રાજ્યોની 6 છોકરીઓ સાથે સ્પાના ભાગીદાર અને બે નોકરિયાતને ઝડપી લીધા હતા. જ્યારે સ્પા સંચાલકને વોન્ટેડ જાહેર કરાયો હતો.

મહેસાણા વિસનગર રો ઉપર આવેલ ગોકુલધામ પ્લાઝામાં બીજા માળે આવેલા થાઈ સ્પામાં બહારથી છોકરીઓ લાવી ગ્રાહકો બોલાવી અનૈતિક ધંધો કરાવી, છોકરીઓ પાસેથી કમાણી પેટે નાણાં મેળવતા હોવાની ડીવાયએસપી ભક્તિબેન ઠાકરને બાતમી મળી હતી. જેમની સૂચના આધારે એસઓજીએ ડમી ગ્રાહક મોકલી રેડ કરતાં અલગ-અલગ રાજ્યોની 6 છોકરીઓ ઝડપાઈ હતી. સ્થળ પરથી સ્પાના ભાગીદાર અને બે નોકરી કરતાં શખ્સોની ધરપકડ કરી રૂ.26,760 કબજે લીધા હતા. જ્યારે અમરપુરાના સ્પા સંચાલક ઠાકોર રાહુલ દશરથજીને વોન્ટેડ જાહેર કરી 4 શખ્સો સામે ગુનો નોંધી પકડાયેલા ત્રણેય શખ્સોને મહેસાણા એ ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યા હતા.

આરોપીઓના નામ
1. ઠાકોર રાહુલ દશરથજી (સંચાલક), રહે.મહેસાણા (વોન્ટેડ)
2. સોનારા ઘનશ્યામ ભીખાભાઈ (ભાગીદાર), રહે.મહેસાણા
3. બારોટ રાહુલ અશોકભાઈ (નોકરી) રહે.ચરાડા, તા.માણસા
4. ચૌધરી આકાશ પારસંગભાઈ (નોકરી) રહે.બોરયાવી, તા.મહેસાણા

અન્ય સમાચારો પણ છે...