કોરોના સંક્રમણ:મહેસાણા સિવિલ હોસ્પિટલની RTPCR લેબમાં દૈનિક 2 હજાર સેમ્પલનું ટેસ્ટિંગ

મહેસાણા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોના સંક્રમણ વધતાં 4 તાલુકાના 37 સેન્ટરો પર સેમ્પલ લઈને ટેસ્ટિંગ
  • કોરોનાના સેમ્પલને લઈ લેબના કર્મચારીઓની 3 શિફ્ટમાં કામગીરી

મહેસાણા જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થતાં આરોગ્ય વિભાગે ટેસ્ટીંગ વધાર્યુ છે. મહેસાણા સિવિલ હોસ્પિટલની આરટીપીસીઆર લેબમાં 4 તાલુકાના દૈનિક 2 હજાર કોરોનાના સેમ્પલનુ ટેસ્ટીંગ થઈ રહ્યુ છે. 27 સેન્ટરો ઉપરથી એકઠા કરેલા સેમ્પલોની આરટીપીસીઆર લેબમાં ઝડપી રિપોર્ટ આપવાનો પ્રયાસ શરૂ કરાયો છે.

સિવિલની આરટીપીસીઆર લેબના ઈન્ચાર્જ ડો. અમી મિસ્ત્રીએ કહ્યુ કે, લેબમાં હાલમાં કોરોના ટેસ્ટીંગ માટે એક મશીન છે. દૈનિક 1 હજાર સેમ્પલના ટેસ્ટીંગની કેપેસીટી છે. હાલમાં 10 ટેકનિશિયન અને 2 એટેન્ડન્ટ દ્વારા 3 શિફ્ટમાં કામગીરી કરીને સેમ્પલના રિપોર્ટ કાઢવાનો પ્રયાસ કરાય છે. એક સેમ્પલનો રિપોર્ટ કાઢતાં 4 કલાક થતા હોય છે.

જો પ્રક્રિયા ફેઈલ થાય અને રીપીટ કરાય તો બીજા 4 કલાક લાગી જાય છે. મહેસાણા, કડી, બહુચરાજી અને જોટાણા તાલુકાના 27 સેન્ટરો ઉપરથી દરરોજ આરટીપીસીઆરના સેમ્પલ એકઠાં કરીને અમારી લેબમાં સાંજે 7 વાગ્યા સુધીમાં મોકલી અપાય છે. 7 વાગ્યા બાદ સેમ્પલની ચકાસણી કરીને બીજા દિવસે બપોરે 3 વાગ્યા સુધીમાં રિપોર્ટ આપવાનો પ્રયાસ કરાય છે. મશીન ઉપર 90 સેમ્પલની એકસાથે પ્રક્રીયા થતી હોય છે.

અઠવાડીયા બાદ ટેસ્ટિંગ કેપેસિટી વધશે
સિવિલ હોસ્પિટલના પેથોલોજીસ્ટ ડો.ડી.પી.વ્યાસે કહ્યુ કે, મહેસાણા સિવિલ, વડનગર સિવિલ અને વિસનગરની નૂતન હોસ્પિટલની લેબ મળીને દૈનિક 5 હજાર સેમ્પલના ટેસ્ટીંગની કેપેસિટી છે. જ્યારે આવતા અઠવાડીયે વિસનગર, ઊંઝા બાદ કડી ખાતે આરટીપીસીઆર લેબ શરૂ થનાર હોવાથી દૈનિક 3 હજાર સેમ્પલના ટેસ્ટિંગની કેપેસિટી વધશે.

અન્ય સમાચારો પણ છે...