તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ભયજનક 12 મકાન-દીવાલ ઉતારી લેવા નોટિસ

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
મહેસાણામાં ભયજનક મકાન ચોમાસમાં જાનહાનિ સર્જે તેવી સ્થિતિ સર્જાઈ છે. - Divya Bhaskar
મહેસાણામાં ભયજનક મકાન ચોમાસમાં જાનહાનિ સર્જે તેવી સ્થિતિ સર્જાઈ છે.
  • મહેસાણામાં મોટાભાગે નોટિસો પછી પણ જર્જરિત હાલતમાં મકાન ઉભા રહેતાં જોખમ

મહેસાણા શહેરમાં નગરપાલિકા તંત્ર ચોમાસુ આવે એટલે ભયજનક મકાનનો ભાગ ઉતારી લેવા કે મરામત કરી લેવા વહીવટકર્તા કે માલિકને નોટિસ બજાવીને નિરાત લેતી હોય છે, ચાલુ વર્ષે પણ ચોમાસામાં આવા જર્જરિત અલગ અલગ વિસ્તારમાં કુલ 12 ભયજનક બનેલા મકાનોને મરામત માટે નોટિસ ફટકારવામાં આવી છે.જોકે એક યા બીજા કારણોમાં મોટાભાગે આવા જોખમી મકાન ઉતારવાનું અધ્ધરતાલ રહેતા ભારે વરસાદમાં અકસ્માતનું જોખમ તોળાઈ રહ્યુ છે.

નગરપાલિકાની ટી.પી શાખા દ્વારા સર્વે કરીને તેમજ વિસ્તાર રહીશોની રજૂઆતોના પગલે સંબધકર્તા માલિકોને મિલ્કતનો ઉપયોગ બંધ કરી જર્જરિત જગ્યાનું રિપેરીગ કરાવી ભયમુકત કરવા તાકીદ કરીને આવી જગ્યાએ કોઇ જાનહાની કે માલહાની થશે તો જવાબદારી માલિકની રહેશે તેવી નોટિસ ફટકારી છે.જે પૈકી કેટલીક મિલ્કતોના વીજજોડાણ કાપવા અંગે પણ યુજીવીસીએલને મુખ્ય અધિકારીએ પત્રો કર્યા છે.

પાલિકાએ ક્યાં ક્યાં નોટિસ આપી
જુના પરા ચોથી ઓળમાં એક મકાન,પરા એમ.બી.કોલેજની નજીક સ્મશાન કોલોની,મહારાજની ખડકીમાં એક ધોબી મકાન,કસ્બા પંખીયાવાસમાં બે માળનું મકાન,જાનીવાડો કોઠારીવાસમાં મકાન,ઓડવાસના નાકે,માર્કેટયાર્ડની જુની દીવાલમાં તિરાડોથી જોખમ,ટી.બી રોડ સુપ્રિમ કોમ્પલેક્ષ,પાંચલીમડીના ઢાળમાં સનરાઇઝ કોમ્પલેક્ષ પાસે, દૂધસાગર ડેરી સામે આરાધના સોસાયટીમાં એક મકાન,આઝાદચોક મહારાજની ખડકીમાં મકાનનો સમાવેશ થાય છે.

મિલ્કતના આંતરીક ડખા, માલિકનો બહાર વસવાટ, બહાનેબાજી
પાલિકાની ટી.પી શાખાના સુત્રોએ કહ્યુ કે, મોટાભાગે જર્જરિત મકાનના કિસ્સામાં માલિક બહાર રહેતા હોય, ભાડુઆતનો વર્ષોથી ભોગવટો હોય,જેમાં ભાડુઆત ખાલી કરતા નથી તેવા જવાબો લેખિત કરતા હોય છે.ઓડવાસના નાકે જર્જરિત મકાનના મહિલા માલિકને નોટિસ મળતા જર્જરિત મકાન રીપેર કરવામાં માનતા નથી તેવો લેખિત જવાબ પાલિકાને મળ્યો છે.તો આઝાદ ચોક નજીક એક જર્જરિત મકાનના માલિક મુંબઇ રહેતા હોઇ નોટિસ પછી પાલિકાએ ટેલીફોનીક જાણ કરી તો લેખિત જવાબ આવ્યો કે હાલ કોરોના મહામારી છે,ટ્રેનો ચાલુ થશે ત્યારે આવી મકાન રીપેરીગ કરાવીશ.બીજી તરફ પાલિકા પણ નોટિસ આપ્યા પછી સખ્તાઇમાં ઉદાસીન રહી છે.

અન્ય સમાચારો પણ છે...