ચૂંટણીની અટકળો:મહેસાણા જિલ્લામાં એપ્રિલ-મે માસમાં 400 પંચાયતની ટર્મ પૂર્ણ

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પહેલા પંચાયત કે સીધી વિધાનસભા ચૂંટણીની અટકળો
  • હજુ ચૂંટણી બ્યુગલ વાગ્યું​​​​​​​ નથી ત્યાં ઉત્સુકો તૈયારીમાં જાહેરનામુ ક્યારેની ચૂંટણી તંત્રમાં પૃચ્છા કરવા લાગ્યા
  • ડિસેમ્બર મહિના સુધીમાં 414 પંચાયતની ટર્મ પૂર્ણ થશે

મહેસાણા જિલ્લાના 10 તાલુકામાં એપ્રિલથી ડિસેમ્બર સુધીમાં ટર્મ પૂર્ણ કરતી હોય એવી 414 ગ્રામપંચાયતોની સૂચી ચૂંટણી તંત્ર દ્વારા તૈયાર કરાઇ છે. એમાયે ચાલુ એપ્રિલ મહિના અને આગામી મે મહિના દરમ્યાન 400 ગ્રામપંચાયતની ટર્મ પૂર્ણ થઇ રહી છે. આવામા આ સમયગાળા દરમ્યાન ગ્રામપંચાયતોની ચૂંટણી જાહેર ન થાય તો ટર્મ પૂર્ણ થયે પંચાયતોમાં વહીવટદાર શાસન આવી શકે છે.

બીજી તરફ ગ્રામ પંચાયતમાં સરપંચની ચૂંટણી લડવા કેટલાક ઉત્સુકો ક્યારે જાહેરનામુ આવશે, કાર્યક્રમ આવ્યો કે નહિ તેની પૃચ્છા માટે તંત્રની ચૂંટણી શાખામાં આંટાફેરા લગાવતા થયા છે. જોકે સ્થાનિક ચૂંટણી શાખાના સૂત્રોએ કહ્યું કે, હવે ગ્રામ પંચાયત મતદારયાદીનો કાર્યક્રમ જ આવ્યો નથી. પહેલા મતદારયાદી કાર્યક્રમ પછી ચૂંટણી કાર્યક્રમ આવી શકે, હાલ રાજ્ય ચૂંટણી પંચમાંથી કોઇ મેસેજ નથી. બીજી તરફ વિધાનસભા ચૂંટણી પણ ચાલુ વર્ષમાં જ દસ્તક આપનાર છે.

ત્યારે શું પંચાયત પહેલા સીધી વિધાનસભા ચૂંટણી આવશે કે શું તેને લઇને પણ અટકળો તેજ થઇ છે. જોકે વિધાનસભા ચૂંટણી તંત્રના સૂત્રોએ કહ્યું કે, હજુ આગામી મે મહિનામાં બેગ્લોર ઇવીએમ લેવા જવાનું છે, ત્યારપછી ઇવીએમ એફ.એલ.સીમાં એકાદ, દોઢ મહિનાનો સમય લાગે એટલે હાલના તબક્કે તો ઝડપી વિધાનસભા ચૂંટણી યોજાય તેવા વર્તારા લાગતા નથી.

આ 6 પંચાયતોમાં પહેલીવાર ચૂંટણી યોજાશે
સતલાસણા તાલુકામાં નવાવાસ પંચાયતના વિભાજનથી રાજપુર ગઢ, વિજાપુર તાલુકામાં રણછોડપુર પંચાયતના વિભાજનથી રણછોડપુર એન.એ, કોટડી પંચાયત વિભાજનથી રામનગર કોટડી, બહુચરાજી તાલુકામાં દેલપુરા પંચાયતના વિભાજનથી જગાપુરા અને જોટાણા તાલુકામાં ધનાલી પંચાયત વિભાજનમાંથી મારૂતિનગર પંચાયત નવી અસ્વિત્વમાં આવતાં આ 6 ગ્રામપંચાયતમાં પહેલીવાર ચૂંટણી યોજાશે.

આ વર્ષમાં આ ગ્રામપંચાયતની ટર્મ પૂર્ણ થશે

તાલુકોગ્રામ પંચાયત
કડી77
મહેસાણા74
વિસનગર52
વિજાપુર47
ખેરાલુ37
બહુચરાજી30
વડનગર29
ઊંઝા27
જોટાણા21
સતલાસણા19
કુલ414

​​​​​​​ ​​​​​

અન્ય સમાચારો પણ છે...