તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માસ પ્રમોશન ઇફેક્ટ:ગ્રાન્ટેડ શાળાઓમાં ધો.11 પ્રવેશમાં ખેંચતાણની સ્થિતિ, સાયન્સ અને કોમર્સમાં વર્ગ વધારવા પડશે

મહેસાણા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મહેસાણાની પસંદગીની શાળાઓમાં પ્રવેશ માટે ધસારો

ધો.10માં માસ પ્રમોશન પછી મહેસાણા શહેરમાં ધો.11માં હજુ ધો.10ની અસલ માર્કસીટ આવી નથી પણ ઓનલાઇન માર્કસીટ આધારે શાળાઓએ પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી દીધી છે. જેમાં પસંદગીની શાળાઓમાં વધુ ફોર્મ આવતાં વર્ગવધારો માંગવો પડશે, તો ક્યાંક મેરિટ સિવાયના વિદ્યાર્થીઓને અન્ય શાળામાં પ્રવેશ લેવો પડશે તેવી સ્થિતિ સર્જાઇ છે. શહેરની 4 મોટી ગ્રાન્ટેડ સ્કૂલોમાં બેઠકો સામે પ્રવેશ માટે ધસારો છે. જોકે, આખરી પ્રવેશ અસલમાર્કસીટ આવ્યે થશે સેલ્ફ ફાઇનાન્સ અર્બન વિદ્યાલયમાં 11 સાયન્સમાં બે વર્ગોમાં 50 જેટલાં એડમિશન થયાંનું આચાર્ય પી.આઇ. પટેલે કહ્યું હતું.

બેઠક કરતાં વધુ ફોર્મ આવતાં પહેલીવાર મેરિટયાદી બહાર પાડવી પડે તેવી સ્થિતિ સર્જાઇ

વિજ્ઞાનપ્રવાહમાં 20 ટકા ટ્રેન્ડ ઘટ્યો, કોમર્સમાં વધ્યો
જે.એમ. ચૌધરી સાર્વજનિક વિદ્યાલયમાં ધો.11 સામાન્ય પ્રવાહમાં 500 બેઠકો સામે 800થી વધુ ફોર્મ ભરાયાં છે. આચાર્ય દિનેશભાઇ ચૌધરીએ કહ્યું કે, ત્રણ વર્ષથી વિજ્ઞાન પ્રવાહનો ટ્રેન્ડ 20 ટકા ઓછો થયો અને કોમર્સમાં વધ્યો છે. પહેલા શાળાના વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે. બીજી શાળાના અંદાજે 100 છાત્રોને અન્યત્ર જવું પડી શકે. વધુ વર્ગને હાલ અવકાશ નથી.

આર્ટસમાં 1 વર્ગ, 76એ પ્રવેશ માટે એલસી આપી
કર્વે હાઇસ્કૂલમાં ધો.11 સામાન્ય પ્રવાહમાં એક વર્ગ છે અને 130 પ્રવેશ ફોર્મનું વિતરણ થયું છે. જેમાંથી 76 વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે એલસી જમા પણ કરાવી દીધી છે. આચાર્ય અનિલભાઇ પટેલે કહ્યું કે, આર્ટસમાં અહીં ધસારો વધુ છે. જોકે, હજુ પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે. અસલ માર્કશીટ આવ્યા પછી પ્રવેશ આખરી થશે. પ્રવેશ પૂર્ણ થયે નવા વર્ગનું વિચારાશે.

અંગ્રેજી માધ્યમ કોમર્સમાં વર્ગ વધારો માગવો પડશે
​​​​​​​વર્ધમાન વિદ્યાલયમાં અંગ્રેજી માધ્યમમાં ધો.11 સામાન્ય પ્રવાહના એક વર્ગ સામે 90 વિદ્યાર્થીનાં ફોર્મ આવ્યાં છે. આચાર્ય દીપકભાઇ દેસાઇએ કહ્યું કે, ગ્રાન્ટેડ સામાન્ય પ્રવાહમાં બીજો વર્ગ વધારો માંગવો પડશે. હજુ સીબીએસસી ધો.10નું પરિણામ આવ્યું નથી, તેમાંથી પણ 10 ટકા વિદ્યાર્થીઓ દર વર્ષે અહીં પ્રવેશમાં આવે છે.

સાયન્સમાં ધસારો રહેતાં મેરિટયાદી બહાર પાડીશું
​​​​​​​નાલંદા વિદ્યાલયમાં ધો.11 સાયન્સના 3 વર્ગમાં 75 લેખે કુલ 225 છાત્રોને પ્રવેશ અપાશે. તેની સામે 274 ફોર્મ વિતરણ થયાં અને તે પૈકી 235 વિદ્યાર્થીએ પ્રવેશ માટે ફોર્મ જમા કરાવી દીધાં છે. આચાર્ય ર્ડા.પરેશભાઇ પટેલે કહ્યું કે, બેઠકો કરતાં પ્રવેશમાં વધુ સંખ્યા હોઇ શાળામાં પહેલીવાર મેરિટયાદી બહાર પાડીશું.
​​​​​​​
​​​​​​​

અન્ય સમાચારો પણ છે...