કારોબારી સભા:12 કરોડથી વધુનાં કામોનાં ટેન્ડરો અંગે નિર્ણય લેવાશે

મહેસાણા5 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા નગરપાલિકાની કારોબારી સમિતિની બુધવારે મળનારી બેઠકમાં રૂ.12 કરોડથી વધુનાં રસ્તા, ગટર, બગીચા, સીસીટીવી સહિત કામોના ટેન્ડરો અંગે નિર્ણય લેવાશે.

જેમાં નગરપાલિકા હસ્તકોની બિલ્ડિંગોના રિપેરિંગનો વાર્ષિક કોન્ટ્રાક્ટ, પરાની ઓળોમાં સીસી રોડ, બ્લોક લગાવવા, ટીબી રોડ ગાર્ડન ડેવલપ, સીસી રોડ અને વરસાદી લાઇનની વાર્ષિક ધોરણે કામગીરી, શોભાસણ રોડ ડમ્પિંગ સાઇડ કમ્પાઉન્ડ વોલ સહિતની સુવિધાઓ, અવસરથી રાધે એક્ઝોટીકા સુધી વરસાદી લાઇન, પરા તળાવ સાઇડ પ્રોટેક્શન વોલ, ચોમાસમાં નુકસાન થયેલા રસ્તાઓની મરામત, રાવળ યોગી સમાજના સ્મશાનની પ્રોટેક્શન વોલ, સોસાયટીઓમાં જનભાગીદારીમાં સીસીટીવી સર્વેલન્સ સિસ્ટમ, પાલિકાના બગીચાઓની જાળવણી અને મરામત માટે વાર્ષિક કોન્ટ્રાન્ટ, પાણીની પાઇપ લાઇનો તેમજ લીકેજ રિપેરિંગનો વાર્ષિક કોન્ટ્રાક્ટ, ટીબી રોડ પર ઓવરહેડ પાણીની ટાંકી, સોમનાથ ચોકડીથી માનવ આશ્રમ ચોકડી થઇ ખારી નદી સુધી વરસાદી પાણી નિકાલની લાઇન સહિત 19 કામોનાં ટેન્ડરમાં એજન્સીઓના આવેલા ભાવમાં સત્તાધિશોએ વધુ ભાવના કામોમાં એજન્સી સાથે નેગોસીએશન બેઠક કરી લીધી છે. હવે બુધવારે મળનારી કારોબારી સમિતિની બેઠકમાં વિવિધ કામોમાં પાલિકાની અપસેટ વેલ્યુ સામે એજન્સીઓના આવેલા વધુ-ઓછા ભાવ અંગે પરામર્શ કરી ટેન્ડર મંજૂર કે નામંજૂરનો નિર્ણય લેવાશે.

અન્ય સમાચારો પણ છે...