તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર ઇનસાઇટ:કોરોનાના કેસ ઓછા બતાવવા સેમ્પલમાં ગોલમાલ

મહેસાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા 30 દિવસમાં 34,603 સેમ્પલમાંથી 23,332નું રિઝલ્ટ જાહેર કર્યું, બાકીના 11,271 સેમ્પલનો રિપોર્ટ કોરોના ખાઇ ગયો

મહેસાણા જિલ્લા તંત્ર પહેલેથી જ કોરોનાના આંકડાની રાજરમત રમતું રહ્યું છે. પહેલાં હોસ્પિટલમાં દાખલ દર્દીના આંકડા અને પછી મોતના આંકડા આપવાનું બંધ કર્યું. ત્યાર બાદ દર્દીના ગામ- વિસ્તાર આપવાનું બંધ કર્યું. આ તો ઠીક આરોગ્ય વિભાગનો સૌથી મોટો ગોટાળો લીધેલા સેમ્પલના રિપોર્ટ જાહેર કરવામાં છતો થયો છે.

કોરોના કેસની સંખ્યા ઘટાડવા જિલ્લામાં સરેરાશ 30થી 32 ટકા સેમ્પલનું રિઝલ્ટ જાહેર જ કરાતું નથી. જિલ્લા આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડા પર નજર કરીએ તો, છેલ્લા 30 દિવસમાં 34603 સેમ્પલમાંથી 23,332 સેમ્પલનો જ રિપોર્ટ પૉઝિટિવ કે નેગેટિવ જાહેર કરાયો છે. બાકીના 11271નો રિપોર્ટ જાહેર કરાયો નથી.

જિલ્લામાં બેકાબૂ બનેલા કોરોનાના કેસનો આંકડો નીચો બતાવવા આ ઘાલમેલ કરાતી હોવાનું સ્પષ્ટ થાય છે. આ અમે નહીં પણ જિલ્લા આરોગ્ય વિભાગની રોજની યાદી જ કહી રહી છે. ઉલ્લેખનીય છે કે, છુપાવેલા આંકડાની સરેરાશ કાઢીએ તો 5000 પાૅઝિટિવ કેસ વધી શકે છે.

આવી રીતે મારે છે ગાપચી
આરટી પીસીઆર ટેસ્ટના રિપોર્ટ 24 કલાક પછી આવતા હોઇ 1લી મેએ લીધેલા 1074 સેમ્પલનું રિઝલ્ટ પેન્ડિંગ હતું. જ્યારે આગળના દિવસ એટલે કે 30 એપ્રિલે લીધેલા 876 સેમ્પલમાંથી 522નું રિઝલ્ટ જાહેર કર્યું, 354નું બાકી રહ્યું. બીજા દિવસે 2 મેના રોજ 1લી તારીખે લીધેલા 1074 સેમ્પલમાંથી 644નું રિઝલ્ટ આપ્યું. બાકી રહ્યા 430. એટલે કે, 1લી તારીખના 354 સેમ્પલનો બીજા દિવસે ઉમેરો થવો જોતો હતો, પણ કરાયો નહીં. આ રીતે તંત્ર રોજ આંકડામાં ગાપચી મારી રહ્યું છે. એકમાત્ર 15 એપ્રિલના રોજ તમામ 805 સેમ્પલનું રિઝલ્ટ જાહેર કરાયું હતું.

આરોગ્ય વિભાગ કહે છે પેન્ડિંગ સેમ્પલનું પરિણામ જે-તે દિવસના સેમ્પલમાં આવરી લેવાય છે
આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. વી.એ. પટેલે જણાવ્યું કે, અગાઉના દિવસે લેવાયેલા સેમ્પલ પૈકી જે સેમ્પલનું પરિણામ પેન્ડિંગ રહે છે, તેને બીજા દિવસે લેવાયેલા સેમ્પલમાં એડ કરી દેવાય છે. એકપણ સેમ્પલનું પરિણામ હજુ બાકી રહ્યું નથી.

આરોગ્ય વિભાગના આ જવાબ સામે ભાસ્કરના ત્રણ સવાલ...

  1. 10 મેના રોજ સેમ્પલ લીધા 1557, તે દિવસે તમામ 1557નું રિઝલ્ટ પેન્ડિંગ બતાવાયું છે. આ દિવસે એટલે કે 10મેના રોજ જાહેર કરેલા સેમ્પલનો રિપોર્ટ 9 તારીખે લીધેલા સેમ્પલ 735માંથી 559ના જાહેર કર્યા એટલે કે 176નો રિપોર્ટ બાકી રહ્યો છે.
  2. 11 મેના રોજ સેમ્પલ લીધા 1121, તે દિવસે તમામ 1121નું રિઝલ્ટ પેન્ડિંગ બતાવાયું છે. આ દિવસે એટલે કે 11મેના રોજ જાહેર કરેલા સેમ્પલનો રિપોર્ટ 10 તારીખે લીધેલા સેમ્પલ 1557માંથી 914ના જાહેર કર્યા એટલે કે 643નો રિપોર્ટ બાકી રહ્યો છે.
  3. જો બાકી રહેલા સેમ્પલ આગળના દિવસે ગણતા હોય તો 10 મેના બાકી 176નો અનુક્રમ નંબર 3માં પેન્ડિંગ રિઝલ્ટમાં સમાવેશ થવો જોઇએ, તે એકપણ વખત થયો નથી. મતલબ, જે રિપોર્ટ બાકી છે, તેનો આંકડો ગણવામાં જ આવતો નથી.

અને જો ગણો છો તો લીધેલા સેમ્પલનો આંકડો ખોટો છે. કારણ કે, બાકી રિપોર્ટ જે-તે દિવસના સેમ્પલમાં બતાવો તો આંકડો બેવડાય. મતલબ સેમ્પલમાં ગોટાળો. લીધેલા સેમ્પલનો આંકડો જે દિવસે લીધા હોય તે હોય અને તેમાં પેન્ડિંગ ઉમેરો તો કુલ કહેવાય.

મે મહિનાના આંકડાની રમત

તારીખસેમ્પલસેમ્પલમાંથી રિઝલ્ટ જાહેરબાકી
110740876 માંથી 522354
27861074 માંથી 644430
312790786 માંથી 569217
413501279 માંથી 873406
514031350 માંથી 945405
612341403 માંથી 876527
712891234 માંથી 905329
814391289 માંથી 898391
97351439 માંથી 945391
1015570735 માંથી 559176
1111211557 માંથી 914643
1210751121 માંથી 725396
1310121075 માંથી 572503
148451012 માંથી 602410
કુલ1244616230 માંથી 105495681

(15થી 30 એપ્રિલ દરમિયાન 18373 સેમ્પલમાંથી 12783 સેમ્પલનું રિઝલ્ટ જાહેર કર્યું, 5590 કેસનું બાકી)

અન્ય સમાચારો પણ છે...