મહેસાણાના ગોઝારિયા, લાંઘણજ અને આંબલિયાસણમાં તાલુકાનો દરજ્જો મેળવવા માટે મથામણ કરી રહ્યા છે. ત્યારે લાંઘણજ ગામના આગેવાનો દ્રારા યોજાયેલ બેઠક બાદ આજે ગોઝારિયામાં ગોઝારિયા તાલુકાના નિર્માણ સમિતિના હોદ્દેદારોએ શોભનાબેન શાહ, રમેશભાઈ પટેલ સહિતના આગેવાનો દ્વારા રાત્રે બુધવારે 8.30 વાગે દૂધસાગર ડેરી ચોકમાં રાત્રે ગ્રામસભાનું આયોજન કર્યું છે.
જેમાં ગ્રામજનોનો અવાજ સરકાર સુધી પહોંચાડવાની રણનીતિ ઘડાશે. જ્યારે આંબલિયાસણમાં આંબલિયાસણ તાલુકા સમિતિના મહેશભાઈ પ્રજાપતિ, અજય દેસાઈ, જોયતારામભાઈ ચૌધરી, દીપેન બારોટ, કિરણ દેસાઈ સહતિના આગેવાનો દ્વારા બુધવારે રાત્રે 8 કલાકે રાત્રે ગ્રામસભા યોજવામા આવશે. જેમાં તાલુકાનો દરજજો મેળવવા માટે આજુબાજુના ગામના સરપંચો અને તાલુકા - જિલ્લાના હોદ્દેદારોને સાથે રાખીને વિવિધ વિભાગમાં રજૂઆત કરવાની ચર્ચા કરાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.