સહાયની અરજ:લાયન્સ હોસ્પિટલમાં સફાઇ કામદારનું મોત, સહાયની ખાતરી બાદ મૃતદેહ સ્વીકાર્યો

મહેસાણા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘરનો આધાર છીનવાતા પરિવારને સહાયનું આશ્વાસન અપાયુ

મહેસાણા લાયન્સ હોસ્પિટલમાં સફાઇ કામગીરી કરતાં 23 વર્ષીય કામદાર અલ્પેશ વાલ્મીકી કોરોના સંક્રમિત થતાં લાયન્સમાં છેલ્લા એકાદ મહિનાથી સારવાર દરમ્યાન મોડી રાત્રે મોત નિપજ્યુ હતું.પરિવારમાં બે દિકરી અને એક નો એક પુત્ર હોઇ ઘરનો આધાર છીનવાઇ જતાં ચિંતિત પિતાએ હોસ્પિટલ તંત્રમાં સહાયની અરજ કરી હતી.જેમાં હોસ્પિટલ મેડિકલ ડાયરેક્ટર દ્વારા સરકારી રાહે તેમજ સંસ્થા રાહે બનતી સહાયના પ્રયાસનું આશ્વાસન અપાતા ગુરુવારે બપોરે 11.30 વાગ્યાના અરસામાં પરિવાર યુવાનનો મૃતદેહ લઇને અંતિમ સંસ્કાર કર્યા હતા.

સવારે હોસ્પિટલમાં મદદની ગુહાર લગાવી બેઠેલા મૃતકના પિતા અશોકભાઇ વાલ્મીકીએ કહ્યુ હતુ કે, અમે લીંચ રહીએ છીએ અને મજુરી કરી ગુજરાન ચલાવીએ છીએ,એક નો એક દિકરો અલ્પેશ અને તેની પત્નિ ગુજરાત હાઉસીગમાં રહતા અને અલ્પેશ અહિયા હોસ્પિટલમાં છેલ્લા છ મહિનાથી સફાઇ કામ કરતો હતો.આ દરમ્યાન કોરોના થતાં અવસાન થયુ છે.પુત્ર વધુ ગર્ભવતી છે અને સાતમો મહિનો ચાલે છે, કમાનાર કોઇ નથી.અમને સહાય મળે તો પુત્રવધુને ટેકો મળી રહે એવી અરજ કરી છે. અહિયા વાલ્મીકી સમાજના આગેવાનોએ હોસ્પિટલ તંત્ર સાથે પરામર્શ કર્યો હતો.

હોસ્પિટલના મેડિકલ ડિરેક્ટર ર્ડા.પટવાએ કહ્યુ કે,ત્રણ-ચાર મહિનાથી યુવાન સફાઇ કામકાજ કરતો હતો, દરમ્યાન કોરોના થતાં એકાદ મહિનાથી હોસ્પિટલમાં દાખલ કરી સારવાર ચાલતી હતી. સરકારી સહાય માટેનું ફોર્મ ભરાવીને મોકલી આપીશુ, હોસ્પિટલ મેનેજમેન્ટ કમીટી કર્મચારી પ્રત્યે લાગણી છે , જેમાં બનતી સહાય માટે પ્રયાસનું આશ્વાસ આપ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...