વિવાદ:મોબાઇલ ચોરીની શંકા રાખી વિજાપુરના બે ભાઈઓ પર બે શખ્સોએ છરાથી હુમલો કર્યો

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પોલીસે લઘુમતી કોમના બે યુવકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
  • 17 ઓક્ટોબરે રાત્રે વોરવાડના ચબૂતરા પાસે બનેલી ઘટનાને લઈ હોબાળો

વિજાપુર શહેરના યુવક પર ચોરી નો મોબાઇલ રાખ્યો હોવાની શંકા રાખીને લઘુમતી કોમના બે શખ્સોએ છરાથી હુમલો કરીને ગંભીર ઇજાઓ પહોંચાડી હોવાનો બનાવ વિજાપુર પોલીસ મથકે નોંધાયો છે. વિજાપુર શહેરના જાજનવાડામાં રહેતો સદાકત અલી સૈયદ 17 ઓક્ટોબરના રોજ રાત્રે વોરવાડના ચબૂતરા વિસ્તારમાં બેઠો હતો. તે સમયે મોન્ટી ઉર્ફે સાહિલ સૈયદે આવીને બાદશાહ નામના કોઈ વ્યક્તિએ મોબાઇલની ચોરી કરેલ છે અને તે મોબાઇલ તારી પાસે હોવાનું જાણવા મળ્યું છે.

જો તે આવો કોઈ મોબાઇલ લીધો હોય તો પાછો આપી દે તેવી ચર્ચા ચાલતી હતી. તેવામાં અમન સૈયદે હાથમાં છરો લઈને તેમજ વસીલ સૈયદ એ લાંબો તલવાર જેવા છરા સાથે તું ચોર છે અને ચોરીના મોબાઈલ રાખે છેનું કહી હુમલો કરી છરાથી જમણા હાથ પર છાતીના ભાગે અને પીઠ પર ઘા મારીને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી અને લોહી લુહાણ હાલતમાં સદાકતઅલી બેભાન થઈ નીચે પડી ગયો હતો. દરમિયાન તેના ભાઈ અલમાસઅલી ત્યાંથી નીકળતો હોય તેના ઉપર પણ બંને જણાએ હુમલો કરી છાતીના અને પીઠના ભાગે છરાના ઘા માર્યા હતા.

ત્યારે ઘટનાને પગલે તેના મોટાભાઈ હીદાયત અલીએ બંને ભાઈઓને હિંમતનગર સિવિલમાં અને ત્યાંથી વધુ સારવાર અર્થે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં સદાકત અલીની હાથની નસો કપાઈ ગઈ હોવાથી ઓપરેશન કરીને ડોક્ટરે પ્લાસ્ટિક સર્જરી કરી હતી. સામાન્ય બાબતને લઈ બંને ભાઈઓ ઉપર હુમલો કરનાર વસીમ રફીક અલી સૈયદ અને અમન ઈમ્તિયાઝ અલી સૈયદ બંને સામે સદાકત અલીએ વિજાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે બંને વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...