મહેસાણાના માથાભારે શખસ ગોપાલ રાઠોડની હત્યા:અન્ય મહિલા સાથેના આડાસંબંધોની શંકાએ પત્નીએ પોતાના ભાઈ સાથે મળીને પતિને પતાવી દીધો

મહેસાણાએક મહિનો પહેલા
  • હત્યા કર્યા બાદ પત્ની અને તેનો ભાઈ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયાં
  • મૃતક ગોપાલ રાઠોડ પર 15થી વધુ ગુના દાખલ છે

મહેસાણામાં ગત રાત્રે એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. એક સમયના માથાભારે ગણાતા શખસની તેની પત્ની અને સાળાએ જ હત્યા કરી છે. હત્યા પાછળ પૈસાની લેવડદેવડ અને અન્ય સ્ત્રીઓ સાથેના આડાસંબંધો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પોલીસે બંને આરોપીને ઝડપીને આગળની તપાસ હાથ ધરી છે.

મધરાતે ખૂની ખેલ ખેલાયો.
મધરાતે ખૂની ખેલ ખેલાયો.

મૃતક પર 15 ગુના દાખલ
મહેસાણામાં ગોપીનાળા પાસે આવેલી માહિતી કચેરીને અડીને આવેલી ગલીમાં રહેતા ગોપાલ રાઠોડ પર 15થી વધુ ગુના દાખલ છે. તે ગત રાત્રે પોતાના ઘરે હતો ત્યારે તેની પત્ની કેશર સાથે અન્ય સ્ત્રીઓ સાથે સંબંધો રાખવા મામલે તકરાર થઈ હતી. એ ઝઘડો મોડી રાત સુધી ચાલ્યો હતો. આ દરમિયાન તેનો સાળો સુરેશ ઠાકોર 5 હજાર ઉછીના લેવા આવ્યો હતો, જેમાં ઝઘડો ઉગ્ર બન્યો હતો.

મૃતક ગોપાલ રાઠોડની ફાઇલ તસવીર.
મૃતક ગોપાલ રાઠોડની ફાઇલ તસવીર.

પતિ-પત્ની અને સાળા વચ્ચે ઝઘડો થયો હતો
ઝઘડો ઉગ્ર બનતાં ગોપાલે સાળા સુરેશને છરી મારનો પ્રયત્ન કર્યો હતો, જેમાં પત્ની વચ્ચે આવી જતાં તેને છરી વાગી હતી, જેથી ઉશ્કેરાઇ ગયેલા સુરેશે ઘરની બહાર પડેલી લોખંડની પાઇપ લઇ આવી ભાઇ-બહેને મળી ગોપાલના શરીરે આડેધડ મારી લોહીલુહાણ કરી મૂક્યો હતો. બાદમાં ગોપાલ બેભાન થઈ જતાં હત્યારા ભાઈ-બહેન હત્યામાં વપરાયેલી લોખંડની પાઈપ લઈ મહેસાણા એ-ડિવિઝન પોલીસ મથકે હાજર થઈ ગયાં હતાં.

ઘટનાને પગલે લોકોનાં ટોળેટોળાં ઊમટ્યાં.
ઘટનાને પગલે લોકોનાં ટોળેટોળાં ઊમટ્યાં.

મૃતકનાં પરિવારજનોએ લૂંટનો આક્ષેપ કર્યો
ગોપાલ રાઠોડની હત્યા બાદ તેનાં પરિવારજનો આજે મહેસાણા ટ્રોમાં સેન્ટર ખાતે આવી પહોંચ્યાં હતાં. ગોપાલની બહેનેનોએ જણાવ્યું હતું કે હત્યા પેલા ગોપાલના શરીરે 11 તોલાની સોનાની ચેન, 3 તોલાનું પેન્ડલ હતું અને 2 વીંટી હતી. હત્યા બાદ તમામ દાગીના જોવા મળ્યા નહોતા, જે આરોપીઓએ લૂંટી લીધા હોવાના આક્ષેપ મૃતકની બહેનોએ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...