ટ્રેનમાંથી ગઠિયો પર્સ સેરવી ગયો:સૂર્યનગરી એક્સપ્રેસ ટ્રેનમાં સવાર ચેન્નઈની મહિલાનું પર્સ મહેસાણા નજીક ચોરાયું, 3.68 લાખની ચોરીની ફરિયાદ

મહેસાણા19 દિવસ પહેલા
  • કૉપી લિંક

મારવાડ જંકશન થી બાંદ્રા જતી ટ્રેનમાં ચેન્નાઇ ખાતે રહેતી મહિલા મુસાફર ટ્રેનમાં સવાર હતી જેનું પૈસા અને અન્ય ચીજવસ્તુઓ ભરેલ પર્સ મહેસાણા રેલવે સ્ટેશન પાસે ચાલુ ટ્રેન દરમિયાન અજાણ્યો તસ્કર ચોરી કરી ને ફરાર થઇ ગયો હતો.સમગ્ર મામલે મહેસાણા રેલવે પોલીસમાં 3.68 લાખની ચોરી ને લઈ મહિલાએ ફરિયાદ નોંધાવી છે.

ચેન્નઈ ખાતે રહેતી સુનિતાબેન પોતાના પતિ સાથે 23 ડિસેમ્બર ના રોજ મારવાડ જંકશન થી બાંદ્રા જવા માટે ટ્રેન ન 12479 સૂર્ય નગરી એક્સપ્રેસ કોચ ના શીટ નંબર 5 પર બેસી ને મુસાફરી કરી રહ્યા હતા.એ દરમિયાન ટ્રેન રાત્રે 2 કલાકે મહેસાણા રેલવે સ્ટેશન પર આવી એ દરમિયાન મહિલા પોતાની સીટ પર પોતાનું પૈસા અને દગીન ભરેલ પર્સ મૂકી ને સૂતી હતી એ દરમિયાન અજાણ્યો કોઈ ચોર રાત્રી દરમિયાન મહિલા નું પર્સ ચોરીને ફરાર થઇ ગયો હતો.સમગ્ર મામલે રાત્રે મુસાફરોમાં આ મામલે જાણ થતાં હોબાળો મચી ગયો હતો તેમજ રાત્રે આ મામલે રેલ પોલીસ ને જાણ કરવામાં આવ્યા બાદ મહિલાએ રેલવે પોલીસમાં 93000 કિંમત નો ફોન, 15000કિંમતની સોનાની ચેન, 10000 કિંમતનું બ્રેસલેટ, 25 000 રોકડા તેમજ જરૂરી ડોક્યુમેન્ટ ATM કાર્ડ મળી કુલ 3 લાખ 67 હજારના મત્તાની ચોરી મામલે અજાણ્યા ચોર સામે ફરિયાદ નોંધાવી હતી.

મહિલાના પતિ રિષભ નાથે દિવ્ય ભાસ્કર ને જણાવ્યું કે અમે એક પ્રસંગમાં જતા હતા અને બાદમાં ઘરે આવી રહ્યા હતા એ દરમિયાન મહેસાણા ના ડાગરવા નજીક આ ઘટના ચાલુ ટ્રેનમાં બની છે બાદમાં બાંદ્રા જઇ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી તેમજ મારા દીકરા ને જાણ કરી ચોરી થયેલ એપ્પલ ફોનનું લોકેશન ટ્રેશ કરાવતા ફોન ડાગરવા નજીક હોવાનું લોકેશન મળ્યું જોકે બાદમાં ચોરી થયેલ ફોનથી મારા દીકરાના ફોન પર ફોન આવેલો અને કહ્યું કે તમારો ફોન અને પર્સ કોઈ ખેતરોમાં ફેંકી ગયું છે આમ કહી ફોન કાપી દીધો હતો જોકે ફોન કરનારે પોતાનું નામ અને બીજો મોબાઈલ નંબર આપવાનું ટાળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...