મહેસાણા પાલિકાનું બજેટ:મહેસાણા નગરપાલિકાની કારોબારી બેઠકમાં વર્ષ 2022-23નું રું. 224.18 કરોડનું બજેટ મંજૂર કરાયું

મહેસાણા5 મહિનો પહેલા
  • શહેરમાં રું.5 કરોડમાં કોમ્યુનિટી હોલ, પ્રજાપતિ વાડી નજીક રેલવેબ્રિજ, રું. 3 કરોડમાં નવું સ્પોર્ટસ કોમ્પલેક્ષ, 2.50 કરોડમાં રીક્રિએશનલ સેન્ટર બનશે

મહેસાણા પાલિકામાં આજે બજેટને લઈને બેઠક મળી હતી જેમાં 2022 23માં રજૂ કરેલા બજેટને લઈને મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 224 કરોડ 18 લાખ 84 હજારનું બજેટ છે, જેમાં ખર્ચ 223 કરોડ 84 લાખ 56 હજાર ખર્ચ અંદાજે થવાનો છે અને 84 લાખ 28 હજારની પુરાત વાળું આ બજેટ રહેશે.

પાલિકાના કારોબારી ચેરમેન કૌશિક વ્યાસે જણાવ્યું હતું કે, મહેસાણા પાલિકાનું અંદાજીત બજેટ 224 કરોડ 18 લાખ 84 હજારનું બજેટ છે. જેમાં ખર્ચ 223 કરોડ 34 લાખ 56 હજાર ખર્ચ અંદાજે થવાનો છે અને 84 લાખ 28 હજારની પુરાત વાળું આ બજેટ છે. જેમાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની જે ગ્રાન્ટો છે એ ગ્રાંટો માંથી વિકાસના વધુમાં વધુ કામો કરવાના હોય છે. નગરપાલિકાનું સ્વભંડોળ છે જેમાં પણ કામો શહેરની પ્રજાને મળી રહે તેઓ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. વધુમાં વધુ નર્મદાનું પાણી મળે અને અમૃત યોજનમાં 5 ટાંકીનું આયોજન કરવામાં આવ્યું છે. નવા બગીચા,નવા ફાયર સ્ટેશન સહિત અનેક વિકાસના કામો કરવામાં આવશે

આગામી દિવસોમાં મહેસાણા 1 માં ભૂગર્ભ ગટરની લાઈનો છે એ વર્ષો જૂની લાઈનો છે એના માટે ગુજરાત સરકાર પાસે અંદાજે 15 કરોડનો પ્લાન બનાવી મહેસાણા નગરપાલિકા મોકલશે અને એ પ્લાન જેટલો ઝડપી બને એટલો મંજુર કરાવી ભૂગર્ભ ગટરની જે સમસ્યા છે એ સમસ્યાનો કાયમી અંત થાય એવો પ્રયત્ન કરીશુ. હાલમાં બે પંપિંગ સ્ટેશન બની રહ્યા છે એનું પણ એક મહિનામાં લોકાર્પણ કરવામાં આવનાર છે. ગયા એક વર્ષમાં કરેલા વિકાસના કામો અને જે વચનો મહેસાણા શહેરની પ્રજાને આપ્યા હતા એમાં સિટીબસ સેવા ચાલુ કરી દીધી છે અને 20 દિવસમાં આગામી સ્વિમિંગ પુલ છે. એ પણ ચાલુ કરી દેવામાં આવશે અને બીજા એક મહિનામાં મહેસાણા મ્યુનિસિપલ ગ્રાઉન્ડ ખાતે બની રહેલ સ્ટેડિયમ પણ ખુલ્લું મુકશે.

બજેટની મહત્વની જાહેરાત

> પાલિકા વિસ્તારમાં 5 કરોડના ખર્ચે કોમ્યુનિટી હોલ બનાવવામાં આવશે

> રેલવે ઓવરબ્રિજ અન્ડર બીજ ના વિકાસ માટે 5 કરોડની જોગવાઈ કરવામાં આવશે

> સ્વચ્છ ભારત મિશન હેઠળ 3.50 કરોડના ખર્ચે ડમપીંગ સાઈડ ડેવલપ કરવામાં આવશે

> પાલિકા ટીપી 2 પ્લોટ નં. 68 માં 3 કરોડના ખર્ચ નવું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બનશે

> પાલિકા વિસ્તારમાં ટીપી 2 પ્લોટન 16 માં 3.25 કરોડના ખર્ચે શોપિંગ સેન્ટર બનાવવાનું કામ

> પાલિકા વિસ્તારમાં ટીપી 2 પ્લોટન 32 માં 3.25 કરોડના ખર્ચે શોપિંગ સેન્ટર બનાવવામાં આવશે

> નાગલપુર તળાવનું 3.50 કરોડના ખર્ચે ડેવલોપમેન્ટ કરવામાં આવશે

> પાલિકા વિસ્તારમાં નવી 5 આંગણવાડી બનાવવામાં આવશે

> ઘર વિહોણા લોકો માટે 3 કરોડના ખર્ચ શેલ્ટર હાઉસ બનાવવામાં આવશે

> મહેસાણા 2 માં રૂ 3 કરોડના ખર્ચે જિલ્લા કક્ષાનું ફાયર સ્ટેશન બનાવવામાં આવશે

> ટીપી 1 માં 75 લાખના ખર્ચે ફિઝિયોથેરાપી સેન્ટર બનાવવામાં આવશે

> શહેરમાં પરશુરામ ગાર્ડન સામે 75 લાખના ખર્ચે ફિઝિયોથેરાપી સેન્ટર બનાવવામાં આવશે

> રૂ 2.50 કરોડના ખર્ચે ટીપી 2 માં પ્લોટન 54માં રી ક્રિએશનલ સેન્ટર બનાવવા આવશે

> વર્ષ 20022-23માં રૂ 8.25 કરોડના ખર્ચે નવા રોડ બનાવવામાં આવશે

> રૂ 1.50 કરોડના ખર્ચે ભૂગર્ભ ગટરના મફત જોડાણ કરવામાં આવશે

> આપતી વ્યવસ્થા માટે મ્યુનિસિપલ ફંડમાંથી 60 લાખની જોગવાઈ કરવામાં આવશે

> અન્ય ગ્રાન્ટ માંથી રૂ 25 લાખના ખર્ચે ઓક્સિજન પાર્ક એટલે કે લીલા પાર્ક બનાવવામાં આવશે

> સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ જનભાગીદારી યોજનાની ગ્રાન્ટ અન્વયે 4.50 કરોડની જોગવાઈ

> પાલિકા વિસ્તારમાં રૂ 2.50 કરોડના ખર્ચ પાણીની 5 ટાંકીઓ નિર્માણ કરવામાં આવશે

> નગરપાલિકા હસ્તક બગીચાઓના ડેવલોપમેન્ટ હેઠળ રૂ 1 કરોડની જોગવાઈ

> પાલિકા ગામતળ વિસ્તારમાં ભૂગર્ભ ગટરની નવી લાઈનો નાખવા માટે 10 કરોડની જોગવાઈ

અન્ય સમાચારો પણ છે...