તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:પાંચોટના ભુવનેશ્વર ટેકરાના રહીશોને પીવાનું પાણી આપવા માટે સર્વે કરાયો

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શ્રમિક પરિવારો દરરોજ હાઇવે ઓળંગી પાણી ઉલેચવા મજબૂર

મહેસાણાના સમૃદ્ધ પાંચોટ ગામના ઊંચાણમાં આવેલ ભૂવનેશ્વર ટેકરામાં વસવાટ કરતાં 200 શ્રમિક પરિવારોને પાણીના વલખાં પડતાં રોજ હાઇવે ઓળંગીને પાણી ઉલેચવા પડી રહ્યા છે. હવાસિયાથી પણ પૂરતું પાણી ન મળી રહેતાં રહીશોને હાલાકીઓ સર્જાઇ રહી હોવાની બૂમરાડ ઉઠી છે. આ દરમ્યાાન પાંચ દિવસ પહેલા જ વાસ્મોની ઇજનેર ટીમ દ્વારા વિસ્તારમાં પડતી પાણીની હાલાકીઓ દૂર કરવા વ્યવસ્થા અંગે સર્વે કરાયો છે. હવે કલેક્ટર સમક્ષ પ્રોજેક્ટ દરખાસ્ત કરીને વ્યવસ્થાઓ કરાશે તેમ વાસ્મોના સૂત્રોએ કહ્યુ હતું.

આ વિસ્તારના જિ.પં. ડેલીગેટ મુકેશભાઇ પટેલે કહ્યુ કે, ટેકરા પર વસવાટ હોઇ પંચાયતના સમ્પથી પાણી પૂરતું પહોંચતું નથી. અલગ લાઇન માટે વાસ્મોમાં રજૂઆત કરી છે. મહેસાણા વાસ્મો વિભાગના અધિકારી સૂત્રોએ કહ્યુ કે, ઇજનેર મારફતે પાંચ દિવસ પહેલા ભૂવનેશ્વરી ટેકરા વિસ્તારમાં સર્વે કરાયો છે. હવે ઇજનેર રિપોર્ટ તૈયાર કરીને આપશે. ત્યાં પંચાયતની લાઇનથી કેટલાક વિસ્તારના સ્ટેન્ડ સુધી પાણી પહોંચે છે. જ્યાં પાણી નથી પહોંચતા તે માટે અલગ લાઇન નાંખવાની થશે. સમ્પથી નવી મોટર વ્યવસ્થા વગેરે કરીને પાણીની સમસ્યા હલ કરવાના પ્રયાસ કરાશે.

અન્ય સમાચારો પણ છે...