કામગીરી:શહેરમાં નવરાત્રીમાં બંધ સ્ટ્રીટલાઇટો ચાલુ કરવા સર્વે

મહેસાણા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાંજે 7થી 8 વોર્ડ નં 4માં બંધ 19 એલ.ઇ.ડી ચાલુ કરાઇ

મ હેસાણા શહેરમાં ગુરુવારથી શરૂ થતા નવરાત્રી મહોત્સવને પગલે રાત્રે ક્યાક અંધારપટ્ટ ન રહે તેની તકેદારી રાખવા પાલીકામાં પદાધિકારીઓની સુચનાના પગલે મંગળવાર થી ત્રણ ટીમ બનાવીને સાંજે 7 થી 8 દરમ્યાન વિવિધ રૂટમાં સર્વે કરવા કામે લગાવાઇ છે.જેમાં આ દરમ્યાન નવી લાઇનમાં એલ.ઇ.ડી બાકી હોય ત્યાં પણ લાઇટીગની વ્યવસ્થાને આવરી લેવા તેમજ વાયરીગ મરામતમાં બંધ લાઇટ પુન: ચાલુ કરવા તાકીદ કરાઇ હતી.

જેમાં મંગળવારે વોર્ડ નં4માં સદસ્ય સંજય બ્રહ્મભટ્ટ સાથે પાલિકાની સ્ટ્રીટલાઇટ શાખા ટીમે સર્વે કર્યો હતો.જેમાં અલગ અલગ રસ્તામાં 19 સ્ટ્રીટલાઇટ બંધ હોવાનું ધ્યાને આવતા ચાલુ કરવામાં આવી હતી.બાકીના વિસ્તારમાં પણ સર્વેમાં ધ્યાને આવશે તેમ બંધ એલ.ઇ.ડી ચાલુ કરવા તજવીજ કરાશે તેમ પાલીકાના સુત્રોએ કહ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...