તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહોત્સવનો શુભારંભ:એક દિવસીય તાનારીરી મહોત્સવમાં સંગીતના સુર રેલાયા, વડનગરમાં તાનારીરી મહોત્સવનો મુખ્યમંત્રી દ્વારા ઇ શુભારંભ કરાયો

મહેસાણા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
વાયોલીન અને ગાયન વાદનથી તાના-રીરી મહોત્સવનો પ્રારંભ કરાયો હતો. - Divya Bhaskar
વાયોલીન અને ગાયન વાદનથી તાના-રીરી મહોત્સવનો પ્રારંભ કરાયો હતો.

વડનગરમાં સંગીત બેલડી તાનારીરી બહેનોની યાદમાં દરવર્ષે યોજાતો તાનારીરી મહોત્સવ આ વખતે કોરોના મહામારીને કારણે એક જ દિવસ રખાયો હતો.ગુરુવારે એક દિવસીય મહોત્સવનો મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ઇ શુભારંભ કરાવ્યો હતો.આ પ્રસંગે ઉપસ્થિત કલાકારોએ સંગીતના સુર રેલાવ્યા હતા.કોરોનાને લીધે મર્યાદિત સંખ્યામાં આમંત્રિતો હાજર રહ્યા હતા.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું.કલા,સંગીત જે ગુજરાતને ધબકતું રાખે છે ,તેવું કહી વધુમાં જણાવ્યું હતું કે જેથી રાજ્ય સરકાર દ્વારા સોમનાથ મહોત્સવ,ડાકોર મહોત્સવ,અંબાજી મહોત્સવ,ઉત્તરાર્ધ મહોત્સવ જેવા અનેક પ્રાન્ત અનુંસારના સાંસ્કૃતિક મહોત્સવોનું આયોજન કરવામાં આવે છે.વાયોલીન અને ગાયન દનથી તાના-રીરી મહોત્સવનો પ્રારંભ કરાયો હતો.

કાર્યક્રમમાં અનુરાધા પૌંડવાલ સહિતને સન્માતી કરાયા હતા.સાથે સાથે એક પર્ફોમિંગસ કોલેજ નું લોકાર્પણ પણ કરાયું હતુ. પ્રથમવાર વડનગર વાસીઓએ તાના રીરી મોહત્સવ સોશીયલ મીડિયા સહિત કેબલ પર નિહાળ્યો હતો. આ ઉપરાંત ઇ-માધ્યમ દ્વારા તાના-રીરી મહોત્સવનો અને પર્ફોમીંગ આર્ટસ કોલેજનો શુંભારંભ મુખ્યમંત્રી તેમજ નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે અને યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના મંત્રી ઇશ્વરસિંહ પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લખનીય છેકે તાના-રીરી પર્ફોમિંગ આર્ટસ કોલેજ વડનગર ખાતે ડિપ્લોમા અનુસ્નાતક કક્ષાના નૃત્ય વિભાગમાં ભરત નાટ્યમ,કથ્થક અને વાધ ગાયન વિભાગમાં હાર્મોનિયમ, ગિટાર, તબલા, વાસંળીવાદન,વાયોલીન,કી-બોર્ડના અને શાસ્ત્રીય ગાયનના અભ્યાસક્રમો શરૂ થનાર છે. મહોત્સવમાં અનુંરાધા પૌંડવાલ, સાધના સરગમની સાથે અભિષેક જોષી, પૃથ્વી કડી,વર્ષાબેન ત્રિવેદી, પંડિત વિજયકુમાર ગંગાધર સંત, શીતલ બારોટ નૃત્યકલા એજ્યુકેશન ટ્રસ્ટના કલાકારો સ્ટેજ પર્ફોમન્સ આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...