વિરોધ:પેપરલીક કૌભાંડ મુદ્દે ધરણાં કરવા જતાં 10 કોંગ્રેસી કાર્યકરોની અટક

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકાર વિરોધી બેનરો સાથે સૂત્રોચ્ચાર કરતાં કાર્યકરોને અટકાવ્યા​​​​​​​

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલું હેડ ક્લાર્કનું પેપર લીક થવા મુદ્દે ધરણાં કરી રહેલા મહેસાણા શહેર અને જિલ્લા યુથ કોંગ્રેસના કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. બાદમાં કાર્યકરોએ કલેક્ટરને આવેદનપત્ર આપી જીપીએસસી અધ્યક્ષને પદ પરથી હટાવવા માંગ કરી હતી.

હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટવા મુદ્દે મહેસાણા શહેર કોંગ્રેસ પ્રમુખ પી.કે. પટેલ અને જિલ્લા યુથ પ્રમુખ એલ.બી. ઠાકોરની આગેવાનીમાં મહેસાણા વિધાનસભા યુથના પ્રમુખ અનિલ ઠાકોર, ઠાકોર સેના પ્રમુખ રામાજી ઠાકોર સહિત કાર્યકરો ફુવારા પાસે સરકાર વિરોધી બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી ધરણાં કરવા જતા હતા. તે સમયે તમામની અટકાયત કરી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બેસાડી દેવાયા હતા. પરવાનગી વગર ધરણાંનો કાર્યક્રમ કર્યો હોઇ જીપી એક્ટ કલમ-68 મુજબ અટકાયત કરાઈ હોવાનું એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...