વણાગલાની જ્યોત્સનાબેન ચૌધરી નામની યુવતીની આત્મહત્યા મામલે બહુચરાજી પોલીસે મૂળ ગોકળગઢના અને હાલમાં વિસનગર ખાતે રહેતા અને શુભ લક્ષ્મી કો.ઓ.ક્રેડિટ સોસાયટીના પૂર્વ ચેરમેન પ્રદિપ ચૌધરીની અટક કરીને કોરોના રિપોર્ટ કરવાની તજવીજ હાથ ધરી છે.
વણાગલાના અને મહેસાણામાં રહેતાં જ્યોત્સનાબેન ચૌધરીએ એક માસ અગાઉ આસજોલ પાસેની નર્મદા કેનાલમાં કૂદીને આત્મહત્યા કરી હતી. આ કેસમાં બહુચરાજી પોલીસે એક માસ બાદ ખારાના કીર્તિભાઈ પારસંગભાઈ ચૌધરી, ગોકળગઢના પ્રદિપભાઈ સાલુભાઈ ચૌધરી(શુભ લક્ષ્મી કો.ઓ.ક્રેડિટ સોસાયટીના પૂર્વ ચેરમેન) અને મહેસાણાના દિક્ષિત કાંતિલાલ સુથાર સામે ગુનો નોંધ્યો હતો. ત્રણ આરોપીઓ પૈકી મૂળ ગોકળગઢના અને હાલમાં વિસનગરમાં રહેતાં પ્રદિપભાઈ સાલુભાઈ ચૌધરીને બહુચરાજી પોલીસે અટક કરીને કોરોના રિપોર્ટ કરવાની તજવીજ હાથ ધરી છે.
આરોપીનો કોરોના રિપોર્ટ આવ્યેથી ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગણી કરવામાં આવશે તેમ બહુચરાજી પોલીસ સ્ટેશનનાં ઈન્ચાર્જ પીઆઈ મુકેશ બારોટે કહ્યુ હતુ. હજુ પણ બે આરોપી પકડવાના બાકી હોવાથી પોલીસે બંને આરોપીની શોધખોળ શરૂ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.