તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Surat Youth Fills Mehsana Court 38 Terms In Check Return Despite Not Taking Bike Loan, Bank Acquitted For Not Presenting Evidence

11 વર્ષે ન્યાય:બાઇકની લોન લીધી ના હોવા છતાં ચેક રિટર્નમાં સુરતના યુવકે મહેસાણા કોર્ટની 38 મુદતો ભરી,બેંકે પુરાવા રજૂ ન કરતાં નિર્દોષ

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ચેક રિટર્ન કેસમાં વોરંટ ઈસ્યુ થતાં હાથ ધરેલી તપાસમાં યુવકના નામે લોન અપાયાનું બહાર આવ્યું હતું
  • ચૂંટણીકાર્ડની ઝેરોક્ષના આધારે બેન્કે લોન આપી

સુરતના એક યુવકે ટુ-વ્હીલરની લોન લીધી ન હોવા છતાં બેન્કમાં ભરાયેલા ચેક રિટર્ન કેસમાં પોતાને નિર્દોષ સાબિત કરવા પાંચ વર્ષ સુધી મહેસાણાની કોર્ટમાં મુદતો ભરવી પડી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ટુ-વ્હીલરની લોન આપનાર બેન્ક કોર્ટમાં ટુ-વ્હીલરનો નંબર, બેન્કની એચપી સહિતના પુરાવા રજૂ ના કરી શકતાં આખરે યુવકને 11 વર્ષે ન્યાય મળ્યો હતો. જોકે, પોતાને નિર્દોષ સાબિત કરવા યુવકે 5 વર્ષમાં 38 મુદતો ભરવી પડી હતી. સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા કપિલ નાનુભાઈ બરવાલિયાને ચેક રિટર્ન કેસમાં સમન્સ બજાવવા છતાં કોર્ટમાં હાજર નહીં રહેતાં મહેસાણા ચીફ કોર્ટનું વોરંટ મળ્યું હતું.

આ વોરંટ મામલે તપાસ કરાવતાં તેઓ ચોંકી ગયા હતા. તેમના નામે કોઇએ સુરતની આઈએનજી વૈશ્ય બેન્કમાં ખાતુ ખોલાવી, ચેકબુક મેળવી આઈસીઆઈસીઆઈ બેન્કમાંથી રૂ.35 હજારની ટુ-વ્હીલરની લોન મેળવી હતી અને એકપણ હપ્તો નહીં ભરતાં બેન્કે રજૂ કરેલા 3 ચેક રિટર્ન થયાની ફરિયાદ નોંધાઈ હોવાનું જાણવા મળ્યું હતું.

આથી કપિલે મહેસાણામાં વકીલ રોકી ચેક રિટર્ન કેસ મામલે ટુ-વ્હીલરની લોન બાબતે સંબંધિત આ સાવધાની જરૂરી: ઓળખના પુરાવા ક્યા હેતુસર આપો છો તે ઝેરોક્ષમાં ફરજિયાત લખો કપિલ બરવાલિયાના વકીલ ઉજાસભાઈ યાજ્ઞિકે જણાવ્યું કે, લોન આપનાર આઈસીઆઈસીઆઈ બેન્ક વાહન, એચપી સહિતના પુરાવા રજૂ કરી શકી નહોતી. તેથી ચૂંટણી ઓળખકાર્ડની ઝેરોક્ષના આધારે ખોટી રીતે લોન અપાઈ હોવાનું બહાર આવ્યું છે. દરેક નાગરિકે કોઈપણ જગ્યાએ ઓળખના પુરાવાની ઝેરોક્ષ આપતાં સમયે સહીની સાથે ક્યા હેતુસર ઓળખકાર્ડ આપો છો તે ફરજિયાત લખવું જોઈએ.

આ સાવધાની જરૂરી: ઓળખના પુરાવા ક્યા હેતુસર આપો છો તે ઝેરોક્ષમાં ફરજિયાત લખો
કપિલ બરવાલિયાના વકીલ ઉજાસભાઈ યાજ્ઞિકે જણાવ્યું કે, લોન આપનાર આઈસીઆઈસીઆઈ બેન્ક વાહન, એચપી સહિતના પુરાવા રજૂ કરી શકી નહોતી. તેથી ચૂંટણી ઓળખકાર્ડની ઝેરોક્ષના આધારે ખોટી રીતે લોન અપાઈ હોવાનું બહાર આવ્યું છે. દરેક નાગરિકે કોઈપણ જગ્યાએ ઓળખના પુરાવાની ઝેરોક્ષ આપતાં સમયે સહીની સાથે ક્યા હેતુસર ઓળખકાર્ડ આપો છો તે ફરજિયાત લખવું જોઈએ.

અન્ય સમાચારો પણ છે...