કાર્યવાહી:ગુજરાતમાં દારૂના મુખ્ય સપ્લાયર સુનિલ દરજીને ટ્રાન્સફર વોરંટથી મહેસાણા લવાયો

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મહેસાણા પોલીસે ટ્રાન્સફર વોરંટથી આબુરોડ જેલમાંથી કબજો મેળવ્યો
  • જિલ્લાના વિદેશી દારૂના 16 જેટલા ગુનામાં સુનિલ દરજી વોન્ટેડ

ગુજરાતમાં વિદેશી દારૂના મેઈન સપ્લાયર સુનિલ દરજીનો ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવી કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવતાં મહેસાણા પોલીસને પ્રોહિબિશનના કેસોમાં વધુ સફળતા મળે તેવા સંકેતો મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, મહેસાણા જિલ્લાના 16 જેટલા પ્રોહિબિશનના ગુનામાં સુનિલ દરજી વોન્ટેડ છે.

મહેસાણાના શિવાલા સર્કલ પાસેથી તા.25-6-2021ના રોજ રૂપિયા 26.69 લાખની કિંમતના દારૂ સાથે અરવિંદ જગતપાલ યાદવ રહે.મહારાજપુર (ઉત્તરપ્રદેશ)વાળા શખ્સને ઝડપી લઈને જેલહવાલે કર્યો હતો. આ કેસમાં સુનિલ ઉર્ફે ભંવરલાલ મોતીલાલ દરજી રહે. ગંદોલી, તા.માવલી, જિ.ઉદેપુર(રાજસ્થાન) અને વિરેન્દ્રસિંઘ નામના શખ્સોને વોન્ટેડ જાહેર કરાયા હતા. તેથી મહેસાણા પોલીસ સુનિલ દરજીને ઘણા સમયથી પકડવા પ્રયાસરત હતી. તેવા સમયે સુનિલ દરજી હાલમાં આબુરોડ જેલમાં હોવાની માહિતી મળતાં મહેસાણા પોલીસે રાજસ્થાન કોર્ટમાંથી ટ્રાન્સફર વોરંટ મેળવી આબુરોડ જેલ ખાતેથી તેનો કબજો મેળવીને રવિવારે મહેસાણાની કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરી હતી. તેથી કોર્ટે તા.4-11-2021 સુધીના 4 દિવસના રિમાન્ડ મંજૂર કરતાં કસ્ટડી મેળવીને સુનિલ દરજીની પૂછપરછ હાથ ધરી છે. મહેસાણા પોલીસે ટ્રાન્સફર વોરંટના આધારે પકડેલો સુનિલ દરજી ગુજરાતમાં વિદેશી દારૂનો મેઈન સપ્લાયર ગણાય છે ત્યારે રિમાન્ડ દરમિયાન મહેસાણા પોલીસ વધુ કયા ગુનાઓનો ભેદ ઉકેલે છે તેના ઉપર સૌ કોઈની મીટ મંડાઈ છે.

અન્ય સમાચારો પણ છે...