વડનગરના સુંઢીયા ગામના ઠાકોર મહેશજી મેઘાજી અને ઠાકોર ભાવેશજી દશરથજી બાઇક (જીજે 12 સીબી 0202) લઇને તા.3 ના રોજ વિસનગરથી સુંઢિયા પરત આવી રહ્યા હતા. સાંજે 7.30 કલાકે સુંઢીયા ધરોઇ કોલોની નજીકથી પસાર થઇ રહ્યા હતા ત્યારે બાઇક ગાય સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો.
ગંભીર રીતે ઇજાગ્રસ્ત બંને યુવાનોને વડનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે મહેશજી ઠાકોરને મૃત જાહેર કર્યા હતા. તેમજ ભાવેશજીને વધુ સારવારની જરૂર હોઇ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રિફર કરાયા હતા. આ મામલે વડનગર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.