નજીવી બાબતે મારામારી:સુંઢિયાગામે પરિણીતા પર પાડોશીઓએ લાકડીઓ વડે હુમલો કર્યો, 4 સામે ફરિયાદ

મહેસાણા12 દિવસ પહેલા
  • કૉપી લિંક

વડનગર તાલુકાના સુઢિયા ગામે કામકાજ કરી રહેલી પરિણીતા પર પડોશમાં રહેતા અન્ય પરિવારના ચાર સભ્યો એ અપશબ્દો બોલ્યા બાદ લાકડીઓ મારી હુમલો કર્યો હતો. ઘટના પગલે પરિણીતાના પરિવારજનોએ વચ્ચે પડી તેણે વધુ મારથી બચાવી હતી. ઇજા પામેલ પરિણીતાને વિસનગર સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં બાદ હુમલો કરનાર ચાર વિરુદ્ધ વડનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. વડનગર તાલુકાના સુઢિયા ગામે સોલંકીવાસમાં રહેતી 27 વર્ષીય બીજલ બેન સોલંકી પોતાની નણંદ સાથે જેઠના ઘર પાસે વાસણ ધોઈ રહ્યા હતા. એ દરમિયાન બાજુમાં રહેતા સોલકી નટવર એ પરિણીતા સાથે ગાળાગાળી કરી જેમાં મહિલાએ ગાળો બોલવાની ના પાડતા પડોસીનું ઉપરાણું લઇ સોલંકી શામળ ભાઈ પોતાના હાથમાં લાકડી લઇ આવી મહિલાના પગે અને ઢીંચણ પર લાકડી મારી હતી. જેથી મહિલાએ બૂમાબૂમ કરતા તેણી નણંદે વચ્ચે પડી છોડાંવવા પ્રયાસ કર્યો એ દરમિયાન નટવર ભાઈની દીકરી ગીતાબેન તથા શામળ ભાઈની પત્ની રંજન બેન ત્યાં આવી જઈ મહિલાને માથામાં વાળ પકડી નીચે પાડી હતી.

મામલો વધુ ગરમ થતા આસપાસના લોકો ત્યાં આવી જતા મહિલાને વધુ મારથી બચાવી હતી. આ દરમિયાન હુમલો કરનાર પાડોશીઓએ મહિલા ને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ત્યાંથી નીકળી ગયા હતા. બાદમાં મહિલાનો પતિ સાંજે આવતા સમગ્ર ઘટનાની જાણ કર્યા બાદ ખાનગી વાહન મારફતે મહિલાને વિસનગર સરકારી હોસ્પિટલમાં માં સારવાર માટે ખસેડવામાં આવી હતી. ઘટનાના પગલે મહિલા એ નટવરભાઈ કાનજીભાઈ સોલંકી,ગીતાબેન નટવરભાઈ સોલંકી,રંજનબેન શામળ ભાઈ સોલંકી,શામળભાઈ નટવરભાઈ સોલંકી વિરુદ્ધ વડનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...