ઠંડીમાં વધારો:ઠંડી 2 ડિગ્રી વધી અને ગરમી દોઢ ડિગ્રી ઘટતાં રવિવાર સિઝનનો પ્રથમ સૌથી ઠંડો દિવસ રહ્યો

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિઝનમાં પ્રથમ વખત ડીસા શહેરનું તાપમાન 17.4, મહેસાણાનું 17.6 ડિગ્રી નોંધાયું
  • ​​​​​​​નીચા સ્તરના પૂર્વના ઠંડા પવનથી ઉત્તર ગુજરાતમાં એકાએક ઠંડીમાં વધારો થયો

છેલ્લા 24 કલાક દરમિયાન નીચા સ્તરના પૂર્વના ઠંડા પવન ફૂંકાતા ઉત્તર ગુજરાતમાં અચાનક દિવસ અને રાતના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. જેને લઇ રાત્રીનું તાપમાન 20 ડિગ્રીથી નીચે અને દિવસનું 32.5 ડિગ્રીની આસપાસ રહેતાં રવિવાર સિઝનનો પ્રથમ ઠંડો દિવસ રહ્યો હતો. ઠંડીના કારણે વહેલી સવારે ગરમ કપડાં પહેરવા પડ્યા હતા. ઠંડીનો આ ચમકારો આગામી સપ્તાહમાં યથાવત રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

નીચા સ્તરના પૂર્વના ઠંડા પવનથી ઉત્તર ગુજરાતમાં શનિવાર સાંજથી ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. ઉત્તર ગુજરાતના 5 શહેરોમાં રવિવારે લઘુત્તમ તાપમાનમાં પોણા ડિગ્રીથી લઇ 2 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો હતો. જેને લઇ પાંચેય શહેરોનું રાત્રીનું તાપમાન 17.4 ડિગ્રીથી લઇ 19.5 ડિગ્રીની વચ્ચે રહ્યું હતું. સિઝનમાં પ્રથમ વખત ડીસાનું તાપમાન 17.4 ડિગ્રી નોંધાયું હતું. આ સાથે ડીસા ઉત્તર ગુજરાતનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. બીજી બાજુ ઠંડા પવની અસર દિવસ દરમિયાન પણ રહેતાં પાંચેય શહેરોમાં દિવસનું તાપમાન 32.5 ડિગ્રીની આસપાસ રહેતાં ગરમી ગાયબ થઇ ગઇ હતી. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 4 થી 5 દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. એટલે કે, ચાલુ સપ્તાહે પણ ઠંડીનું જોર યથાવત રહી શકે છે.
ઉ.ગુ.માં 5 શહેરમાં ઠંડી

મહેસાણા17.6 (-1.7) ડિગ્રી
પાટણ17.7 (-1.2) ડિગ્રી
ડીસા17.4 (-0.8) ડિગ્રી
હિંમતનગર19.5 (-1.4) ડિગ્રી
મોડાસા18.6 (-2.1) ડિગ્રી

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...