તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સતલાસણાના ટીમ્બા ગામની સીમમાં પોણા ત્રણ વર્ષ પહેલાં ઝેરી દવા પી આપઘાત કરનારા મઢાસણાના બ્રાહ્મણ યુવાને મરતાં પહેલાં લખેલી ચિઠ્ઠીને આધારે સતલાસણા પોલીસે 3 ભાઇઓ સહિત 5 સામે રવિવારે આપઘાત અંગે દુષ્પ્રેરણની ફરિયાદ નોંધી ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. વડનગરના મઢાસણા ગામના પ્રકાશભાઇ ભીખાભાઇ જોશીએ ગત 10 એપ્રિલ, 2018ના રોજ ટીમ્બા ગામની સીમમાં ભૈરવદાદાની ધૂણી પાસે ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. મૃતકના ખિસ્સામાંથી મળેલી ચિઠ્ઠી પોલીસે એફએસએલમાં મોકલી આપી હતી.
જેમાં તેના ભાગમાં આવેલી જમીન અને સમાધાન માટે ભેગા થયેલા ગામલોકોએ આપેલા રૂ.50 હજાર લઇ જઇ છેતરપિંડી કર્યાનો આક્ષેપ કરાયો હતો. આ ચિઠ્ઠી તેમના હસ્તાક્ષરમાં જ લખેલી હોવાનો એફએસએલ રિપોર્ટ આવતાં મૃતકના ભાઇ દિલીપ ભીખાભાઇ જોશીએ રવિવારે સતલાસણા પોલીસ સ્ટેશનમાં તેમના 3 સગા મોટાભાઇ સહિત 5 શખ્સો સામે આપઘાત માટે દુષ્પ્રેરણની ફરિયાદ નોંધાવી હતી.
તત્કાલીન પોલીસ અધિકારીએ એફએસએલમાં ચિઠ્ઠી મોકલાવી ન હોવાનો આક્ષેપ
ભાઇના આપઘાત કેસમાં મોટાભાઇઓ પર દુષ્પ્રેરણની ફરિયાદ નોંધાવનારા દિલીપભાઇ જોશીએ જણાવ્યું કે, પ્રકાશભાઇએ આપઘાત કર્યો ત્યારે તેમની પાસેથી મળી આવેલી ચિઠ્ઠી તે સમયના પોલીસ અધિકારીને આપી હતી. પરંતુ ફરિયાદ દાખલ થતી નોહતી. ઘટનાના 8 મહિના પછી જ્યારે રજૂઆત કરી ત્યારે મૃતકે લખેલી કોઇ જ ચિઠ્ઠી એફએસએલમાં મોકલી નથી કે તે સંબંધે કોઇ નોંધ પડી નથી તેવું પ્રકાશમાં આવ્યું હતું. જેને પગલે પુરાવાના ભાગ રૂપે પુન: ચિઠ્ઠી આપવામાં આવી હતી, જેના રિપોર્ટના આધારે ગુનો નોંધાયો છે.
આ પાંચ સામે ફરિયાદ નોંધાઇ
દશરથ ભીખાભાઇ જોશી (મોટાભાઇ)
પરેશ સોમાભાઇ જોશી (કુટુંબીભાઇ)
વિષ્ણુ ભીખાલાલ જોશી (મોટાભાઇ)
જયંતિ ભીખાલાલ જોશી (મોટોભાઇ)
હર્ષિલ જયંતિલાલ જોશી (ભત્રીજો)
મામ રહે. મઢાસણા, તા.વડનગર
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.