બહુચરાજીના ઈન્દિરાનગર વિસ્તારમાં રહેતી હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાની પરિણીતાએ અગમ્ય કારણોસર ગળે ટૂંપો ખાઈને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. પરિણીતાના મૃતદેહનું પીએમ કરાવી, વિમાન મારફતે મૃતદેહ મોકલવાની વ્યવસ્થા કરીને એફએસએલની મદદથી બહુચરાજી પોલીસે તપાસ શરૂ કરી છે.
ઈન્દિરાનગરમાં ગુરૂવારે સવારે રીન્કીબાલા નામની પરિણીતાએ ગળે ટૂંપો ખાઈને આત્મ હત્યા કરી લીધી હતી. પાડોશીને જાણ થતાં મારૂતિ સુઝુકી કંપનીમાં નોકરી કરતા પ્રદિપસિંગ નામના તેણીના પતિને જાણ કરી હતી. તેણે પોલીસને જાણ કરતાં પોલીસે મૃતદેહ નીચે ઉતારી, પીએમ કરાવી અકસ્માતે મોતનો ગુનો નોંધીને એફએસએલની મદદથી આત્મ હત્યાના કારણોની તપાસ શરૂ કરી છે.
પરિણીતા હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાના શાહપુર તાલુકાના વીપીઓ દોહબ ગામની હોવાથી મૃતદેહને બહુચરાજીથી અમદાવાદ એરપોર્ટ અને ત્યાંથી વિમાન મારફતે હિમાચલ પ્રદેશ લઈ જવાની બહુચરાજી પોલીસે વ્યવસ્થા કરી આપી હતી. પરિણીતાનો પતિ મારૂતિ સુઝુકી કંપનીમાં નોકરી કરે છે અને દંપતી એકલુ રહેતુ હતુ. બંનેએ લગ્ન કર્યાને 10 માસ થયા હોવાનુ જાણવા મળ્યુ હતુ. જ્યારે પરિણીતાએ સવારના 9 વાગ્યા પહેલાં આત્મહત્યા કરી હોવાનુ તપાસ દરમિયાન જાણવા મળ્યુ હતુ.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.