આત્મહત્યાનો પ્રયાસ:મહેસાણા સખીવન સ્ટોપમાં મૈત્રી કરારમાં રહેતી મહિલાનો આત્મહત્યાનો પ્રયાસ

મહેસાણા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વોશરૂમમાં જઈ પોતાના દુપટ્ટાથી ગળે ફાંસો જાતે લગાવવાનો પ્રયાસ

મુંબઈની અને મૂળ બનાસકાંઠાના રહેવાસી ઠાકોર યુવાન સાથે મૈત્રી કરાર કરીને ઊંઝા શહેરમાં રહેતી મહિલાએ પોતાના મિત્ર અને કહેવાતા પતિ સાથે પણ બનાવ થતા સખી વન સ્ટોપમાં આવી હતી જાતે ગળે ફાંસો લગાવીને આત્મહત્યાનો પ્રયાસ કરતાં સિવિલમાં સારવાર અર્થે ખસેડાઈ હતી સમયસર મળી ગયેલી સારવારને પરિણામે મહિલા બચી જવા પામી છે.

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૂળ મુંબઈની મનીષા નામની મહિલા મૂળ બનાસકાંઠાના વિનુજી ઠાકોર સાથે 2021 માં મૈત્રી કરાર કરીને ઊંઝા શહેરમાં મલાઈ તળાવ પાસે છેલ્લા દોઢ વર્ષથી ભાડાના મકાનમાં રહેતા હતા.

દરમિયાન વિનુજી છેલ્લા એક મહિનાથી પોતાના પિતાને ત્યાં રહેવા જતા રહ્યા હતા અને પરત ન આવતા મનીષાએ 8 સપ્ટેમ્બરના રોજ 181 અભયમ હેલ્પલાઇનની મારફતે સખીવન સ્ટોપનો સંપર્ક કર્યો હતો સખીવન સ્ટોપ દ્વારા તેણીના મિત્ર વિનુજીને શનિવારના રોજ કાઉન્સિલિંગ માટે બોલાવ્યા હતા. જ્યાં વિનુજીએ તેણીને રાખવાની ના પાડી ને છૂટાછેડા લેવાની વાત કરતા મનીષાને લાગી આવ્યું હતું અને વોશરૂમમાં જઈ પોતાના દુપટ્ટા ને ગળે વીંટાળીને બંને બાજુ ખેંચીને જાતે ફાંસી લગાવીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

જોકે સખીવન સ્ટોપ ના કર્મચારીઓ જોઈ જતા ગળે વીંટાળેલો દુપટ્ટો છોડાવી બચાવી લઈ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી હતી. મહેસાણા એ ડિવિઝન પોલીસે આ અંગે જાણવા જોગ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...