IELTS પરીક્ષા કૌભાંડ સહિતના મહત્વના અને ગંભીર કેસોની તપાસ કરી રહેલા મહેસાણા એસઓજી પીઆઇ બી.એચ. રાઠોડની શુક્રવારે રાજ્યના અન્ય 54 પીઆઇની સાથે બદલી થઈ હતી. તેમને મહેસાણાથી અમદાવાદ ગ્રામ્યમાં મૂકવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, IELTS પરીક્ષા કૌભાંડમાં તેમના પર રાજકીય નેતાઓએ પણ ફોન કરી પ્રેશર બનાવવાની કોશિશ કરી હોવાની ચર્ચાઓ બાદ બદલી થતાં પોલીસબેડામાં આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે.
પાકિસ્તાની 6 નાગરિકોએ ચૂંટણીકાર્ડ કઢાવ્યાની, આંતરરાષ્ટ્રીય મોલીપુર ક્રિકેટસટ્ટો તેમજ તાજેતરમાં જ અંગ્રેજી ન આવડતું હોવા છતાં IELTSની પરીક્ષામાં 8 બેન્ડ મેળવી અમેરિકા પહોંચી ગયેલા 4 વિદ્યાર્થીઓ સહિતના ગંભીર અને મહત્વના કેસોની તપાસ કરી રહેલા મહેસાણા એસઓજીના પીઆઇ ભાવેશ રાઠોડની શુક્રવારે અચાનક બદલી થતાં ચર્ચાએ જોર પકડ્યું છે. રાજ્યના 54 પીઆઇની બદલીમાં મહેસાણા જિલ્લામાંથી રાઠોડ એકમાત્ર પીઆઇ છે, જેમની મહેસાણાથી બદલી કરી અમદાવાદ ગ્રામ્યમાં મુકાયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.