રેસ્ક્યૂ:સુદાસણા ગામે ખોરાકની શોધમાં આવતાં રીંછનું રેસ્ક્યૂ કરી જૂનાગઢ બાગમાં મોકલ્યું

મહેસાણા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉચ્ચ કક્ષાએથી પરવાનથી મળ્યા બાદ દસેક વર્ષનું નર રીંછને પાંજરે પૂર્યું

સતલાસણા તાલુકાના સુદાસણા ગામમાં છેલ્લા એકાદ સપ્તાહથી ખોરાકની શોધમાં દરરોજ રાત્રે ઘુસી આવતાં રીંછનું બુધવાર મોડી રાત્રે રેસ્ક્યુ કરાયું હતું. રેસ્ક્યુ બાદ રીંછને મહેસાણા લાવી મોડી સાંજે જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રાહલયમાં છોડવાની તજવીજ હાથ ધરાઇ હતી.છેલ્લા એકાદ સપ્તાહથી દરરોજ રાત્રીના સમયે સુદાસણા ગામમાં એક રીંછ ઘુસી આવતું હતું. ખોરાકની શોધમાં દુકાનો અને લોકોના ઘરોમાં ઘુસી જતું હોઇ ગ્રામજનો ભયના ઓથા હેઠળ આવી ગયા હતા. જો કે, રીંછએ કોઈને નુકશાન પહોચાડ્યું ન હતું.

રીંછની રોજની લટારથી ભયમાં આવેલા ગ્રામજનોએ વન વિભાગને રીંછનું રેસ્ક્યુ કરવા રજુઆત કરી હતી. બુધવાર રાત્રે વન વિભાગે સુદાસાણા ગામમાં પાંજરું મૂકી વોચ ગોઠવી હતી. રાત્રીના 2 વાગ્યાની આસપાસ રીંછ પાંજરે પૂરતા આખરે ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, દસેક વર્ષની ઉંમરનું આ નર રીંછ સ્વસ્થ અવસ્થામાં છે. રેસ્કયુ બાદ તેને ક્યાં છોડવું તેનો અભિપ્રાય ઉચ્ચ કક્ષાએ માંગવાની સાથે રીંછને મહેસાણા મોકલી આપવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...