રજૂઆત:બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના વેલ્ફેર ફંડમાં ગ્રાન્ટ ફાળવવા સરકારને રજૂઆત

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યના 1 લાખ વકીલોના વેલ્ફેર ફંડને પહોંચી વળવા 5 કરોડ ફાળવવા રજૂઆત

ગુજરાતમાં કોરોના મહામારી દરમિયાન વકીલોને મૃત્યુ સહાય, માંદગી સહાય આપવામાં બાર કાઉન્સીલ ઓફ ગુજરાતનુ વેલ્ફેર ફંડ વપરાઈ ગયુ હોવાથી તાત્કાલિક ગ્રાન્ટ ફાળવવા બાર કાઉન્સીલે રાજ્ય સરકારને રજૂઆત કરી છે. બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના સંયોજક જે.જે.પટેલ, ચેરમેન કિશોર ત્રિવેદી, વાઈસ ચેરમેન કરણસિંહ વાઘેલા તેમજ કાઉન્સીલના સભ્યોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત લીધી હતી.

રાજ્યના 1 લાખ વકીલોના વેલ્ફેર માટે કોરોનાની પરિસ્થિતિમાં વેલ્ફેર ફંડને પહોંચી વળવા અને વકીલોના કુટુંબીઓને સમયસર મૃત્યુ સહાય ચુકવી શકે તે માટે રૂપિયા 5 કરોડ ફાળવવા મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. કોરોના મહામારીમાં ઘણાં વકીલોના મૃત્યુ થયા હતા.

બે વર્ષમાં 11500 જુનિયર વકીલોને રૂપિયા 5 હજાર કોરોના સહાય પેટે રૂપિયા 6 કરોડ, 2200 વકીલોને કોરોનામાં માંદગી સહાય પેટે રૂપિયા 3 કરોડ અને 300 વકીલોના વારસદારોને મૃત્યુ સહાય માટે રૂપિયા 9 કરોડ જેટલી સહાય ચુકવવામાં આવતા વેલ્ફેર ફંડ ઓછું પડી રહ્યું છે. મુખ્યમંત્રીને મળી ઘટતું કરવા રજૂઆત કરાતા તેમણે હૈયાધારણા આપી છે.

અન્ય સમાચારો પણ છે...