માંગણી:મહેસાણાના કસ્બામાં દબાણો મામલે રહીશોની ચીફ ઓફિસરને રજૂઆત

મહેસાણા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિસ્તારના યુવાનોએ ફરી પાલિકામાં રજૂઆત કરતાં તંત્ર જાગ્યું
  • ચીફ ઓફિસરે ટાઉન પ્લાનરને નકશા સાથે બોલાવી પરામર્શ કર્યો

મહેસાણા શહેરના કસ્બા વિસ્તારમાં છેલ્લા કેટલાક વર્ષોથી દબાણો દૂર કરવાની રજુઆતો થતી આવી છે. આ દરમિયાન ગુરુવારે આ વિસ્તારના યુવાનોએ મહેસાણા નગરપાલિકામાં ચીફ ઓફીસર સમક્ષ ફરી રજુઆત કરી હતી. જેમાં વિસ્તારના આંબેડકર ચોકથી ભોયરાવાસ સુધી રસ્તા પૈકીના દબાણો દૂર કરવા રજુઆત થઇ હતી.

જ્યાં રહિશોની ઉપસ્થીતિમાં ચીફ ઓફીસર અલ્પેશ પટેલે ટાઉન પ્લાનરને વિસ્તારના નકશા સાથે બોલાવીને દબાણો સુનિશ્ચત કરવા પરામર્શ કર્યો હતો. અને ઓટલા વગેરે દબાણોની ચકાસણી કરી આગળની કાર્યવાહી કરવા સૂચના આપી હતી.

અન્ય સમાચારો પણ છે...