વડનગર પોલીસ મથકે નોંધાયેલા દુષ્પ્રેરણ કેસમાં નાસતા ફરતા આરોપીઓને પોલીસ પકડતી ન હોવાની લેખિત રજૂઆત મૃતકના પુત્રએ રાવળ સમાજને સાથે રાખી જિલ્લા પોલીસ વડાને કરતા વડનગર પોલીસ દોડતી થઇ ગઇ હતી.
ઉણાદ ગામે રહેતા રાવળ પ્રવીણભાઇ પુંજાભાઇએ ત્રણ વ્યક્તિઓના ત્રાસથી પોતે આત્મહત્યા કરી રહ્યા હોવાની સુસાઇડ નોટ લખીને 26 એપ્રિલના રોજ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું હતું. ત્યારબાદ વડનગર પોલીસ મથકે ત્રણ આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી પરંતુ સ્થાનિક પોલીસ દ્વારા કેસીમપા અને રસુલપુરા તેમજ ઇડરના માંઢવા ગામના નાસતા ફરતા ૩ આરોપીઓની સત્વરે ધરપકડ કરવાની માગ સાથે મૃતકના પુત્ર રજનીકાંત રાવળ અને ઉણાદ ગામના રહીશોએ ગુરૂવારના રોજ જિલ્લા પોલીસ વડા એ લેખિત રજૂઆત કરી હતી.
સામે પક્ષે એસપી અચલ ત્યાગી દ્વારા તમામ નાસતા ફરતા આરોપીઓને ગણતરીના દિવસોમાં ઝડપી પાડવા માટે સૂચના અપાઇ હોવાનું જાણવા મળ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.