દરખાસ્ત:2019 પછીના ખેડૂતોને કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ આપવા પીએમને રજૂઆત

મહેસાણા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોર્ટલમાં સુધારો કરવા સાંસદ શારદાબેન પટેલની માંગણી
  • મુદત વધારાય તો વર્ષ 2019 પછી ઉમેરાયેલા નવા ખેડૂત ખાતેદારોને લાભ મળી શકે

વર્ષ 2019 પછી વારસાઇ, વેચાણ કે અન્ય રીતે અનેક ખેડૂત ખાતામાં નામ આવેલા છે, પરંતુ તેમને કિસાન સન્માન નિધિ યોજનાના પોર્ટલમાં વર્ષ 2019 સુધીના જ ખેડૂતોનો સમાવેશ કરેલો હોઇ નવા ખેડૂતોને આ યોજનાનો લાભ મળતો નથી. આથી ખેડૂતોના હિતમાં મહેસાણાનાં સંસદ સભ્ય શારદાબેન પટેલે પ્રધાનમંત્રી કિસાન પોર્ટલમાં વિગતો અપડેટ કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રજૂઆત કરી છે. પીએમને લખેલા પત્રમાં સોફ્ટવેર અપડેટ માટે સૂચના આપવા અપીલ કરી છે.

મહેસાણાના સંસદ સભ્ય શારદાબેન પટેલે આ બાબતમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાને ખેડૂતોની આવક બમણી થાય તે દિશામાં વિવિધ યોજનાઓ અમલી બનાવી છે. કિસાન સન્માન નિધિ યોજનાએ ખેડૂતોને સન્માન આપ્યું છે. સરકારની આ યોજનામાં વાર્ષિક રૂ. 6 હજાર ખેડૂતના ખાતામાં સીધા જમા થઈ જાય છે. જે રકમ ખેતી માટે બિયારણ, ખાતર વગેરેની ખરીદી કરવામાં ખેડૂતોને ઉપયોગી બને છે. મહેસાણા જિલ્લાના 2,78,350 જેટલા ખેડૂત ખાતેદારોને આ યોજનાનો લાભ મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...