માગ:મહેસાણા રેલવે સ્ટેશને એટીએમ અને ઇ-રિક્ષા સુવિધા કરવા રજૂઆત

મહેસાણા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • DRUCCની બેઠકમાં સભ્યની માંગ

અમદાવાદ પશ્ચિમ રેલવે મંડળની કચેરી ખાતે તાજેતરમાં ડીઆરયુસીસીની બેઠક મળી હતી. જેમાં ડીઆરએમ તરૂણ જૈન અને રેલ્વે અધિકારી સહિત મેમ્બરો ઉપસ્થિત રહ્યા હતા.મેમ્બર મુકેશ શર્માએ મહેસાણા રેલવે સ્ટેશનની સુવિધા અને જરૂરિયાતના 4 મુદ્દા રજૂ કર્યા હતા.

જેમાં વિદ્યાર્થીઓને રાહતદરે મુસાફરીની વ્યવસ્થા અમદાવાદની જગ્યાએ મહેસાણા થી ફાળવવા, મહેસાણા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર એટીએમ સુવિધા ઉપલબ્ધ કરાવવા, મુસાફરો માટે ઇ-રિક્ષા ચાલુ કરવા તેમજ સ્ટેશન પરના વેઈટિંગ રૂમમાં હાલ વેસ્ટર્ન ટોયલેટ ન હોઇ અશક્ત મુસાફરોને પડતી હાલાકીને દૂર કરવા વેસ્ટર્ન ટોયલેટ બનાવવા માંગ કરી હતી. બેઠકમાં ઉપસ્થિત રેલવે અધિકારિઓએ આ સુવિધાઓ પૂરી પાડવા આશ્વાસન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...