તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:વિજાપુર તા.પં.ના ઉપપ્રમુખને સત્તા પરથી દુર કરવા DDOને રજૂઆત

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિજાપુર કોર્ટે ત્રણેક મહિના પહેલાં ઉપપ્રમુખને 2 વર્ષની સજા અને 25 હજારનો દંડ ફટકાર્યો હોઇ રજૂઆત કરાઇ

ભાજપ શાસિત વિજાપુર તાલુકા પંચાયતના ઉપપ્રમુખને ત્રણેક મહિના પહેલાં વિજાપુર કોર્ટે ધનપુરા (ઘાટુ) પંચાયતના શાસન દરમિયાન કરેલી ઉચાપત મામલે 2 વર્ષની સજા અને રૂ.25 હજારનો દંડ ફટકાર્યો હતો. જેને લઇ તાલુકા પંચાયતના વિરોધપક્ષના નેતાએ ઉપપ્રમુખને હોદ્દા પરથી દુર કરવા બુધવારે ડીડીઓને રજૂઆત કરી હતી.

વિજાપુર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ મદનસિંહ અદેસિંહ રાઠોડને ગત તા.30 માર્ચના રોજ વિજાપુર કોર્ટે 2 વર્ષની સજા સાથે રૂ.25 હજારનો દંડ ફટકાર્યો હતો. આ મામલે તાલુકા પંચાયતના વિરોધપક્ષના નેતા દિનેશસિંહ ઇશ્વરસિંહ ચાૈહાણએ બુધવારે જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઅાત કરી હતી. જેમાં ઉપપ્રમુખ વિરૂધ્ધ ગુજરાત પંચાયત અધિનિયમ 1993 ની કલમ 71 ની પેટા કલમ (1) મુજબ નૈતિક અધ:પતનનો ગુનો થતો હોઇ પગલાં ભરવા રજૂઅાત કરાઇ છે. વિરોધપક્ષના નેતાએ રજૂઆતમાં કોર્ટના ચુકાદાની નકલના પુરાવા રજૂ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...