માંગણી:વિજાપુર પાલિકામાં ભ્રષ્ટાચાર બાબતે છ નગરસેવકોની સીએમને રજૂઆત

મહેસાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેતર માલિકીને બારોબાર રસ્તો આપી દેવા સહિતના કામોમાં ગેરરીતિ

વિજાપુર નગરપાલિકામાં થયેલા ભ્રષ્ટાચાર અને ગેરરીતિ મામલે પાલિકાના જ 6 સભ્યો એ ચીફ ઓફિસર થી માંડી ને મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરતા તાલુકાના રાજકારણમાં ગરમાવો આવી જવા પામ્યો છે. તળાવની પાછળની જગ્યા પર ખેતર માલિકીને બારોબાર રસ્તો આપી દેવા સહિતના વિવિધ આઠ જેટલા મુદ્દાઓમાં ગેરરિતી થઈ હોવાનો આક્ષેપ કરાયો છે.

વિજાપુરપાલિકાની સામાન્ય સભાથી જ નહી પરંતુ છેલ્લા કેટલાક સમયથી બે જૂથમાં વહેંચાયેલા ભાજપના જ ઉપ-પ્રમુખ અશ્વિનાબેન કડિયા મિતેશ ઠાકોર ઇન્દિરાબેન ઠાકોર રેશ્માબેન રાજપુત અંબાલાલ પરમાર અને પ્રકાશ સથવારા સહિતના છ સદસ્યોએ પાલિકાના વિવિધ કામોમાં ભ્રષ્ટાચારની પોલ ખોલી પાલિકાના ચીફ ઓફિસર ને ગત 27 જૂન ના રોજ અને અઠવાડિયા પૂર્વે મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરાઇ છે.

જેમાં તળાવના પાછળના ભાગે આવેલી આવેલી જમીનમાં કોઈપણ જાતના ઠરાવ તે જાહેરનામુ બહાર પાડ્યા વિના ખેતર માલિકને બારોબાર જાહેર રસ્તો આપી લીધો હોવા સહિતના 8 મુદ્દાઓમાં ભ્રષ્ટાચાર કરાયાનો આક્ષેપ કરી ઈમાનદાર અને નિષ્પક્ષ અધિકારી દ્વારા તપાસ કરાવી પાલિકાને થતું આર્થિક નુકસાન અટકાવાની માગણી કરાઈ છે.

ભ્રષ્ટાચાર અને ગેરરીતિના મુખ્ય મુદ્દાઓ
​​​​​​​1. વિજાપુર પાલિકાના માલિકીની ધન કચરાના વરંડાની દીવાલ ટેન્ડર કોપી મુજબ નથી
2. ટાઉનહોલની અંદર ફર્નિચર ડેકોરેશન સહિતના કામો ટેન્ડર કરાર પ્રમાણે કરાયા નથી
3. પાલિકા દ્વારા વાર્ષિક ભાવના ટેન્ડરો ની પ્રક્રિયા કરેલ હોય છે તેમ છતાં એક જ કોન્ટ્રાક્ટરના ટેન્ડરો ખૂલે છે
4. શહેરમાં તાજેતરમાં પીવાના પાણીની પાઇપલાઇન નું કામકાજ ચાલી રહેલ છે
પણ તે વસ્તી પ્રમાણે જે તે મહોલ્લાઓમાં અને ગલીઓમાં છેક સુધી જતી નથી

અન્ય સમાચારો પણ છે...