તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજથી શાળાઓ ખુલશે:છાત્રોને એક મહિનો ઓનલાઇન બ્રિજકોર્સ ભણાવાશે

મહેસાણા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાની 1008 પ્રાથમિક અને 376 હાઇસ્કૂલોમાં છાત્રો નહીં આવે
  • બ્રિજ કોર્સ ભણાવવા આજથી શિક્ષકોની 3 દિવસ ઓનલાઇન તાલીમ

જિલ્લામાં 1008 પ્રાથમિક શાળાઓ તેમજ 376 માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં સોમવારથી નવું શૈક્ષણિક સત્ર ઓનલાઇન શિક્ષણ સાથે શરૂ થશે. શિક્ષકો પ્રથમ ત્રણ દિવસ બ્રિજ કોર્સની તાલીમ મેળવશે અને બાદમાં એક મહિના સુધી વિદ્યાર્થીઓને આ બ્રિજ કોર્સ અન્વયે ઓનલાઇન ભણાવશે.

એટલે કે નવા ધોરણમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને તેમના પાછળના ધોરણના સંકલિત અભ્યાસક્રમનો મહાવરો, પુનરાવર્તન કરાવતો કોર્ષ જીસીઇઆરટી દ્વારા તૈયાર કરાયો છે તેની એક મહિનો વિદ્યાર્થીઓને પ્રેક્ટિસ કરાવી કોરોનામાં રહેલી અભ્યાસક્રમ, શિક્ષણની ગેપ પૂરવામાં આવશે.

જોકે, હજુ વિદ્યાર્થીઓના હાથમાં પુસ્તકો આવ્યા નથી. બીજી તરફ પહેલા દિવસથી ઓનલાઇન વર્ગો શરૂ થવાના નથી. કારણ કે, સોમવારે ધોરણ 1 થી 5ના શિક્ષકોની તાલીમ, મંગળવારે ધો.6 થી 8 અને બુધવારે ધો.9 થી 10ના શિક્ષકોને બ્રિજ કોર્સ અન્વયે તાલીમ યોજાશે. આ દરમિયાન તાલુકા સેન્ટરોએથી શાળાઓને પુસ્તકો વિતરણ કરાશે અને પછી વિદ્યાર્થીઓ સુધી પહોંચતાં કરવાનું આયોજન કરાશે. ધો.1માં પ્રવેશાર્થી બાળકોનું નામાંકન શાળા કક્ષાએ કરી લેવાયું છે, જે હવે ટીપીઓ મારફતે સંકલિત થઇ જિલ્લાકક્ષાએ સંકલિત કરાશે.

વિદ્યાર્થીને અભ્યાસક્રમ સમજવા જ્ઞાનસેતુ સાહિત્ય
જીસીઇઆરટી દ્વારા નવા શૈક્ષણિક સત્રમાં શરૂઆતના એક મહિનામાં વિદ્યાર્થીઓને જ્ઞાનસેતુ સાહિત્યનું અધ્યયનકાર્ય કરાવાશે. જેમાં જે ધોરણમાં વિદ્યાર્થીએ પ્રવેશ મેળવ્યો તે પૂર્વેના ધોરણનો અભ્યાસક્રમ બ્રિજ કોર્સરૂપે તેમજ ચાલુ વર્ષના ધોરણના અભ્યાસક્રમને સમજવા સંબંધિત ધોરણના વિદ્યાર્થીઓને લર્નિંગ આઉટકમની સમય, પુનરાવર્તન, મહાવરાનો સમાવેશ કરી બ્રિજકોર્સ ક્લાસરેડીનેશ જ્ઞાનસેતુ સાહિત્ય તૈયાર કરાયું છે.

શિક્ષકો વિદ્યાર્થીઓને ઘરે પુસ્તકો પહોંચાડશે : ડીપીઇઓ
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ર્ડા. ગૌરાંગ વ્યાસે કહ્યું કે, તાલુકામાં પુસ્તકો આવી ગયા છે, જે પે સેન્ટર મારફતે શાળાને ફાળવાો. વિદ્યાર્થીએ શાળામાં પુસ્તક લેવા જવાનું નથી, શિક્ષકો જ તેમના ઘરે પહોંચાડશે.

ધોરણ-11માં પ્રવેશ ધો.10ના પરિણામ પછી ફાઇનલ થશે
જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સૂત્રોએ કહ્યું કે,ધો.10ના વિદ્યાર્થી માસ પ્રમોશન પછી જેતે શાળામાં જ ધો.11 પ્રવેશમાં ગયા હોય તેમનું શાળાએ રજીસ્ટ્રેશન આયોજન કર્યુ છે. જોકે, બહારની શાળાના હોય તેમને પ્રવેશ માટે રાહ જોવી પડે. ધો.10નું પરિણામ તૈયાર થઇને આવ્યા પછી ધો.11માં પ્રવેશ ફાઇનલ થશે. જોકે, શાળાઓએ તેમની પાસે ધો.10ના વિદ્યાર્થીનું મૂલ્યાંકન છે તે મુજબ ધો.11માં પ્રવેશની તૈયારી શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...