સુવિધા:વિજાપુરની દોલતપુરા (ડા) પ્રાથમિક શાળામાં 65 ઇંચના મલ્ટી પર સ્ક્રિન એકસાથે અલગ અલગ ટોપિક ભણે છે વિદ્યાર્થીઓ

મહેસાણા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શિક્ષક મેહુલ પ્રજાપતિને મળેલ 65 ઇંચ સ્માર્ટ એન્ડ્રોઇડ પેનલ વિદ્યાર્થીઓના શિક્ષણ માટે અર્પણ કરી

વિજાપુરના દોલતપુરા(ડા) પ્રાથમિકના ટેકનોક્રેટ શિક્ષક મેહુલભાઇ પ્રજાપતિએ લોક સહયોગથી મળેલી 65 ઇંચની સ્માર્ટ એન્ડ્રોઇડ પેનલ શાળામાં અર્પણ કરી છે. જેમાં એકસાથે અલગ અલગ ટોપિક ભણાવી રહ્યા છે. વિદ્યાર્થીઓ આ સ્માર્ટ પેનલની સ્કીન પર લખી તેમજ વીડિયો અને ચિત્રો જોઈ અભ્યાસમાં વધુ રસ રૂચી દાખવતા થયા છે. જેમાં 8થી વધુ ડિવાઇસ જોડી ભણાવી શકાય છે. 21મી સદીમાં સૌથી સ્માર્ટ ટેકનોલોજીના ઉપયોગ થકી અંતરિયાળ ગામના છાત્રો અભ્યાસ કરી રહ્યા છે.

આ ટેક્નોસેવી શિક્ષક મેહુલભાઈ પ્રજાપતિને અગાઉ તાલુકા અને જિલ્લાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક તેમજ નેશનલ કક્ષાએ આઇસીટી એવોર્ડ મળેલો છે. એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલમાં સતત 6 વખત શૈક્ષણિક ઈનોવેશન સમગ્ર રાજ્યની શાળાઓ સુધી પહોંચ્યા છે. મેહુલભાઈના આ ઇનોવેટિવ કાર્યોને લીધે શાળામાં 15 કમ્પ્યુટરની સર્વર આધારિત અત્યાધુનિક કમ્પ્યુટર લેબ, સ્માર્ટ ટીવી, પ્રોજેક્ટર, ટેબલેટ છે.

વિદ્યાર્થીઓ સ્ક્રીન ઉપર આંગળી વડે લખી, ભૂસી શકતાં હોઇ આનંદ સાથે શીખે છે : શિક્ષક
એક જ સમયે એકથી વધુ વીડિયો, થિયરી સ્ક્રીન પર લાવી શકતાં બાળકને વીડિયો સાથે જે-તે વિષયના ચેપ્ટરની થિયરી સમજાવવાનું સરળ બને છે. વિદ્યાર્થીઓ જાતે આ પેનલની સ્ક્રિન ઉપર આંગળી વડે લખી શકે અને લખેલું ભૂસી શકે છે.

કોરોનામાં શાળાઓમાં પ્રત્યક્ષ શિક્ષણ બંધ હોવાથી વિદ્યાર્થીઓને વાંચન, લેખન અને ગણનની કચાસ દૂર કરવામાં અને તેના દ્રઢીકરણમાં આ સ્માર્ટ પેનલ વડે વિવિધ રમતો રમાડી તે કચાશ દૂર કરી શકાય છે. વિદ્યાર્થીઓના શિક્ષણ માટે આ નવીન ટેકનોલોજીના ઉપયોગ વડે તેમને લાગતાં અઘરા હેતુઓ ખૂબ જ સરળતાથી શીખવી શકાય છે. શિક્ષણ વિભાગ દ્વારા તૈયાર કરેલ G-SHALA એપ્લિકેશન તથા જ્ઞાનકુંજના અભ્યાસક્રમને વિદ્યાર્થીઓને અસરકારક રીતે શીખવી શકાય છે. બાયસેગ અને ડીડી ગિરનાર પર આવતા શૈક્ષણિક કાર્યક્રમો વિદ્યાર્થીઓને બતાવી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...