રાજ્યમાં યુવાઓના પ્રશ્ન રજૂ કરતા યુવરાજસિંહને થોડા દિવસ અગાઉ ગાંધીનગર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જેને લઈને સરકારી નોકરીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ દ્વારા યુવરાજસિંહને જેલમાંથી મુક્ત કરાવવા અને કેસો પરત ખેંચવા મામલે સમગ્ર ગુજરાત આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે, ત્યારે આજે મહેસાણામાં પણ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ભેગા થઈને રેલી યોજ્યા બાદ કલેક્ટર કચેરી આવી રજૂઆત કરી હતી.
વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, ગુજરાતમાં સરકારી ભરતીઓમાં થતા કૌભાંડોને પ્રકાશિત કરીને એક રીતે ગુજરાત સરકારની મદદ કરે છે એમને ન્યાય આપીને સરકારે સાચા ગુનેગારને પકડવા જોઈએ. યુવરાજસિંહ પર ગાંધીનગર પોલીસ દ્વારા ખોટી રીતે ગુનામાં લગાવેલ 307 અને 332 જેવી કલમો હટાવીને એમની ધરપકડમાંથી મુક્ત કરવાની માંગ વિદ્યાર્થીઓ કલેકટ ને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.