યુક્રેન અને રશિયાના યુદ્ધનો આજે આઠમો દિવસ છે જ્યાં યુક્રેનમાં મેડિકલ કોલેજમાં અભ્યાસ માટે ગયેલા મહેસાણા જિલ્લાના વધુ વિદ્યાર્થીઓ આજે વોલ્વોમાં બેસી પોતાના વતન પરત ફર્યા છે. ગઈ કાલે મહેસાણા જિલ્લાના 69 છાત્રો પૈકી 50 વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ પોતાના વતન આવી ગયા હતા જ્યારે આજે વહેલી સવારે 15 જેટલા વિદ્યાર્થીઓ પોતાના વતન આવ્યા હતા. યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે હાલમાં કેટલાક વિદ્યાર્થીઓ ત્યાં હજુ પણ અટવાયા છે.
મહેસાણા જિલ્લાના વડનગર પંથકમાં બે વિદ્યાર્થીઓ આજે મહેસાણા ફતેપુરા સર્કલ પાસે વોલ્વોમાં સવાર થઈને મહેસાણા ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાં યુવકોના પરિવારજનો વહેલી સવારથી પોતાના દીકરાઓને જોવા સવારે 8 કલાકે વડનગરથી મહેસાણા આવી પહોંચ્યા હતા. જ્યાં 10 વાગ્યાના આસપાસના સમય ગાળા દરમિયાન વોલ્વો મહેસાણા આવતાની સાથેજ એક યુવકની માતા પોતાના દીકરાને જોઈને ભેટી પડી હતી. જ્યાં માતા અને દીકરાની આંખોમાં આસું આવી ગયા હતા.
PM મોદીના કૌટુંબિક ભત્રીજાએ પણ યુક્રેનમાં મુશ્કેલી વેઠીક્રિનેશ મોદી એ કહ્યું કે યુક્રેન દ્વારા જાણી જોઈને ભારતને હેરાન કરવામાં આવી રહ્યું છે. ભારતના વિદ્યાર્થીઓનો દિવસ દરમિયાન લાઈનમાં બોર્ડર ક્રોસ કરવામાં વારો આવી જાય તેમ છતાં લાઈનમાંથી કાઢી નાખવામાં આવતા હતા અને રાત્રે બોર્ડર ક્રોસ કરવા મજબૂર કરતા જેથી ઠંડીમાં વિદ્યાર્થીઓને હેરાન થવું પડે અને 48 કલાકથી પાણી અને ભોજન વગર રહેવું પડે.
ત્રણ ત્રણ દિવસ માત્ર પાણી પર ગુજાર્યાઠાકોર ચિરાગે જણાવ્યું હતું કે, ત્યાં બોર્ડર ક્રોસ કરતા ડરનો માહોલ હતો. બોર્ડર ક્રોસ કરવી બહુ મુશ્કેલી પડી. યુક્રેન આર્મી બોર્ડર ક્રોસ કરવા દેતા નહોતા અમને ત્યાં આખો દિવસ બેસાડી રાખતા અને રાત્રે જવા દેતા જેથી ઠંડી પણ માઇનસ ડિગ્રીમાં હોતી અને જમવાનુંતો ત્રણ ચાર દિવસ સુધી કશુ મળ્યું ન હતું. બસ પાણી પીને દિવસો ગુજાર્યા જોકે હજુ પામ 40 % વિદ્યાર્થીઓ ફસાયેલા છે.
યુક્રેન આર્મી રાત્રે માઇનસ ડિગ્રીમાં અમને બોર્ડર ક્રોસ કરવા દેતા અને દિવસે " ઈંડિયન નો એલાઉડ" જાહેર કરતામોદી ક્રિનેશે જણાવ્યું કે 25 તારીખે સાંજે 9 વાગે પોલેન્ડ બોર્ડર આવવા નીકળ્યા હતા. જ્યાં યુક્રેન બોર્ડર પરની આર્મી વિદ્યાર્થીઓને આવવા દેતી નહોતી અને "ઇન્ડિયન નો એલાઉડ " કહીને પાછા વળતા ફોનમાં ચાર્જીગ પતિ જતા ત્રણ દિવસ પરિવાર સાથે પણ સંપર્ક થઈ શક્યો નહોતો અને બેગ અને ડોક્યુમેન્ટ ખોવાઈ ગયા હતા. જ્યાં પાસપોર્ટ મળી આવ્યો હતો અને આઠ દિવસે અમે ઘરે આવ્યા હાલ સંતોસ છે ઘરે આવી ને.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.