તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલીસની લાલ આંખ:મહેસાણામાં રાત્રી કર્ફ્યુ દરમિયાન પોલીસની કડક કાર્યવાહી, જાહેરનામા ભંગની 12 ફરિયાદ નોંધાઇ

મહેસાણા10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બેફામ ફરતાં લોકોને પોલીસે કારદાનું ભાન કરાવ્યું
 • શહેરમાં કોરોના સંક્રમણને કાબૂમાં લેવા તંત્રના તમામ પ્રયત્નો

સમગ્ર રાજ્યામાં કોરનાએ હાહાકાર મચાવ્યો છે. ક્યાંક બેડ, ક્યાંક રેમડેસિવિર ઇન્જેક્શન તો ક્યાંક ઓક્સિજનની અછત વર્તાઇ રહી છે. જ્યારે મહેસાણા શહેરમાં કોરોના સંક્રમણમાં સતત વધારો થતાં પરિસ્થિતિ બેકાબુ બની છે. જેને કાબુ માં લેવા માટે હાલમાં તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જ્યારે શહેરમાં કેટલાક લોકોને જાણે કે કાયદાનો ડર જ ન હોય તેમ બેફામ ફરી રહ્યાં છે. તો પોલીસ તંત્ર પણ તેમને કાયદાનુ ભાન કરાવવા ખડેપગે છે. ગઇકાલે શહેરમાં રાત્રી કરફયુ અને સોશિયલ ડિસ્ટન્સ ભંગની 12 ફરિયાદ નોંધાઈ છે.

મહેસાણા શહેરમાં કોરોના સંક્રમણ રોકવા મહેસાણા શહેરના બજારો 11 દિવસ માટે સ્વૈચ્છિક બંધ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ કોરોના સંક્રમણ વધતા ફરી વાર લોકડાઉન ત્રણ દિવસ લંબાવામાં આવ્યું હતું. આ દરમિયાન મહેસાણા શહેર A ડીવીઝન અને શહેર B ડીવીઝન પોલીસ પણ એક્સન મોડમાં આવી ગઈ હતી.

ગઈકાલે મહેસાણા શહેર A અને B ડીવીઝન મથકમાં રાત્રી કરફ્યૂ અને સોશિયલ ડિસ્ટન્સના ભંગની 12 ફરિયાદ નોંધાઈ હતી. જેમાં શાકભાજીની લારીમાં અને પેસેન્જર રિક્ષામાં સોશિયલ ડિસ્ટન્સ ના જળવતા પોલીસે ગાઇડલાઈન ભંગ બદલ ફરિયાદ નોંધી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો