વ્યવસ્થા:મહેસાણા,પાલનપુર રેલ્વે સ્ટેશન પર 3 ટ્રેનોનો સ્ટોપેજનો સમય વધારાયો

મહેસાણા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પશ્ચિમ રેલવેના ડીઆરએમએ 2 મિનિટથી વધારીને 5 મિનિટનો કરી તાત્કાલિક અમલ કરવા સૂચના આપી

પશ્ચિમ રેલવે દ્વારા મહેસાણા અને પાલનપુર રેલવે સ્ટેશન ઉપર આવતી 3 ટ્રેનોના સ્ટોપેજના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. પશ્ચિમ રેલવેના ડીઆરએમ દ્વારા સ્ટોપેજનો અગાઉના સમય 2 મિનિટથી વધારીને 5 મિનિટનો કરવામાં આવી છે. ત્રણેય ટ્રેનોના સ્ટોપેજના સમયનો તત્કાલ અમલ કરવા તાકીદ કરવામાં આવી છે. જેના કારણે પેસેન્જરોની પડતી તકલીફો દૂર થવાનો આશાવાદ પશ્ચિમ રેલવે દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.

સ્ટોપેજનો સમય વધારાયેલી ટ્રેનો
1.ટ્રેન નંબર 09708 ગંગાનગર-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ હવે પાલનપુર રેલવે સ્ટેશન ઉપરથી 18.02 વાગ્યાના બદલે 18.05 વાગ્યે ઉપડશે
2.ટ્રેન નંબર 04707 બિકાનેર-દાદર સ્પેશિયલ હવે પાલનપુર રેલવે સ્ટેશન ઉપરથી 19.20 વાગ્યાના બદલે 19.23 વાગ્યે ઉપડશે.
3.ટ્રેન નંબર 04707 બિકાનેર-દાદર સ્પેશિયલ હવે મહેસાણા રેલવે સ્ટેશન ઉપરથી 20.31 વાગ્યાના બદલે 20.34 વાગ્યે ઉપડશે.

અન્ય સમાચારો પણ છે...