સત્રાંત પરીક્ષા:ધો. 9 થી 12ના 1.5 લાખ છાત્રોની પ્રથમ પરીક્ષા શરૂ

મહેસાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રથમવાર શિક્ષણ બોર્ડે તૈયાર કરેલા પેપર મુજબ પરીક્ષા લેવાય છે
  • સવારે ધો. 9 અને 11, બપોરે ધો.10 અને 12નાં પેપર લેવાશે, 29 ઓક્ટો. સુધી પરીક્ષા ચાલશે

મહેસાણા જિલ્લામાં કોરોના મહામારીને લઇ એક મહિનો મોડી જુલાઇથી ખુલેલી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં સોમવારથી શાળાકીય પ્રથમ સત્રાંત પરીક્ષા શરૂ થઇ છે. જિલ્લાની ગ્રાન્ટેડ 258, સ્વનિર્ભર 85 અને સરકારી 15 મળી કુલ 358 શાળાઓમાં ધોરણ 9 થી 12ના કુલ 1,05,633 વિદ્યાર્થીઓની આ પરીક્ષા દિવાળી પહેલાં 29 ઓક્ટોબરે પૂર્ણ થશે.

દર વર્ષે સત્રાંત પરીક્ષાનાં પેપર એસવીએસ કક્ષાએથી તૈયાર કરાતાં હોય છે. પરંતુ આ વખતે પ્રથમવાર શિક્ષણ બોર્ડ દ્વારા પેપર તૈયાર કરી શાળાઓને મોકલાયાં છે. જોકે, કોરોનાને લઇ આ પેપર મુજબની પરીક્ષા શાળાઓ માટે મરજિયાત રખાઇ છે. શાળાઓ તેમના ચાલેલા અભ્યાસક્રમ મુજબ પેપર તૈયાર કરી આ ગાળામાં પરીક્ષા લઇ શકે તેવી છૂટછાટ અપાઇ છે.

મહેસાણા જિલ્લામાં મોટાભાગની શાળાઓએ શિક્ષણબોર્ડના પેપર મુજબ પરીક્ષા લેવાનું શરૂ કર્યું છે. ક્યાંક બે-ચાર સ્વનિર્ભર અંગ્રેજી માધ્યમની શાળાએ એકાદ મહિનો ઓનલાઇન અભ્યાસ ચાલ્યો હોય ત્યાં તે શાળાએ પેપર મુજબ પરીક્ષા વ્યવસ્થા કરી હશે. બાકી 98 ટકા શાળાઓ શિક્ષણ બોર્ડના પેપર મુજબ પરીક્ષા લઇ રહી હોવાનું શિક્ષણાધિકારી કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...