પરીક્ષા કૌભાંડ:નવસારીમાં IELTSની પરીક્ષા આપનારા 4 છાત્રોના નિવેદન લેવાયા

મહેસાણા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 200 છાત્રોએ નવસારીમાં પરીક્ષા આપી હતી

IELTS પરીક્ષા કૌભાંડમાં તપાસ કરી રહેલી મહેસાણા એસઓજીની ટીમે શનિવારે નવસારી સેન્ટરમાંથી પરીક્ષા આપનારા અન્ય 4 વિદ્યાર્થીઓની પણ પૂછપરછ કરી નિવેદન લીધા હતા.

​​​​​​​અંગ્રેજીમાં ઢ હોવા છતાં IELTSની પરીક્ષામાં 8 બેન્ડ લાવી અમેરિકા પહોંચી ગયેલા મહેસાણા તાલુકાના 4 વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષામાં કેવી રીતે 8 બેન્ડ મેળવ્યાની તપાસ કરી રહેલી મહેસાણા એસઓજીની ટીમ દ્વારા વિદેશ પહોંચી ગયેલા 4 વિદ્યાર્થીઓની સાથે નવસારી સેન્ટરમાંથી IELTSની પરીક્ષા આપનારા અન્ય 4 જેટલા વિદ્યાર્થીઓની શનિવારના રોજ પૂછપરછ કરી નિવેદન લેવાયા હોવાનું પીઆઈ ભાવેશ રાઠોડે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, નવસારી સેન્ટરમાંથી 200 જેટલા વિદ્યાર્થીઓએ તે સમયે પરીક્ષા આપી હોવાનું એસઓજી પોલીસ કહી રહી છે.

અન્ય સમાચારો પણ છે...