• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • State Highway Poles Built Between Mehsana And Sidhpur At A Cost Of Crores Are Also Unsafe, Smugglers Uprooted 25 Poles And Stole Battery solar Panels

હવે તો હદ થઈ ગઈ:મહેસાણા સિદ્ધપુર વચ્ચે કરોડોના ખર્ચે બનાવેલ સ્ટેટ હાઇવેના પોલ પણ અસુરક્ષિત, તસ્કરો 25 પોલ ઉખાડી બેટરી-સોલાર પેનલ ચોરી ગયા

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મહેસાણા જિલ્લા માંથી પસાર થતો સ્ટેટ હાઇવે તાજેતરમાં મહેસાણા થી સિદ્ધપુર સુધી સવા બસો કરોડના ખર્ચે નિર્માણ પામ્યો છે.ત્યારે આ સ્ટેટ હાઇવે પર સરકાર દ્વારા રાહદારીઓ અને વહન ચાલકોને સારી સુવિધાઓ મળી રહે એના માટે તમામ તૈયારીઓ પુરી કરી દેવામાં આવી છે ત્યારે તાજેતરમાં આ હાઇવે પરથી એક ચીકાવનારી ઘટના પણ સામે આવી છે જેમાં મહેસાણા થી સિદ્ધપુર વચ્ચે સ્ટેટ હાઇવે પર નાખવામાં આવેલા સ્ટ્રીટ લાઈટના પોલ પરથી અજાણ્યા કોઈ તસ્કરો લાઈટના થાલભલા ને નુકશાન પહોંચાડી તેમાં લાગેલ સોલાર પેનલ અને બેટરી ની ચોરી થયાની ઘટના સામે આવી છે સમગ્ર મામલે હાઇવે ઓથોરિટી એ આ મામલે જેતે સમયે સ્થાનિક પોલીસને અને ઉચ્ચ કક્ષાએ પણ રજુઆત કરી હતી

મહેસાણા થી સિદ્ધપુર સુધીના નવા હાઇવે પર તસ્કરો રાત્રી દરમિયાન સ્ટ્રીટ લાઇટ ના પોલ પર લાગેલા નટ બોલ્ટ ખોલ્યા બાદ પોલ નીચે પાડી દઈ એમાં રહેલ બેટરી અને સોલાર પેનલ ચોરી જવાની ઘટના સામે આવી છે જેમાં રાજ્ય માર્ગ યોજના વિભાગ માંથી મળતી માહિતી પ્રમાણે અત્યાર સુધીમાં તસ્કરો 25 જેટલા પોલ ને નુકસાન કરી આ ચોરીને અંજામ આપી ચુક્યા છે ત્યારે પોલ સિવાય હાઇવે પર લગાવવામાં આવતા રિફલેક્ટર તેમજ લોખન્ડ ની કેટલીક સામગ્રી પણ તસ્કરો ચોરી જતા હોવાનું જાણવા મળ્યું છે જેણે લઈ હલામાં તો હાઇવે ઓર્થોરિટી એ જે સ્થળે લોખંડના વેલડીગ બાકી રહ્યા છે ત્યાં ઝડપી કામગીરી પણ ચાલુ કરી દીધી છે

અન્ય સમાચારો પણ છે...