કાર્યવાહી:મહેસાણામાં કોચિંગ ક્લાસ પર સ્ટેટ GSTના દરોડા

મહેસાણા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વર્લ્ડ ઇનબોક્સ નોલેજ શેરીંગ પ્રા.લી. બ્રાન્ચમાં તપાસ

સ્ટેટ જીએસટી વિભાગે છાત્રોને કોચિંગ આપતાં એકમો પર 48 જગ્યાએ રાજ્યવ્યાપી દરોડા કર્યા હતા. જેમાં વર્લ્ડ ઇનબોક્સ નોલેજ શેરીંગ પ્રા. લી.ની મહેસાણાની એક અને હિંમતનગરની બે બ્રાન્ચોમાં પણ તપાસ હાથ ધરી હતી. રાજ્યના જીએસટી વિભાગ દ્વારા સર્વિસ સેક્ટર મામલે સંશોધન હાથ ધરાયંુ છે.

જેમાં સર્વિસ સેક્ટર અન્વયે વિવિધ પ્રકારની સેવાઓ પૂરી પાડતા વ્યાવસાયિકો દ્વારા યોગ્ય જીએસટી ન ભરી કોઇપણ પ્રકારની અનિયમિતતા ગેરરીતિ આચરાય છે કેમ તે મામલે સિસ્ટમ બેઇઝડ એનાલિસિસ અને માર્કેટ ઇન્ટેલીજન્સ દ્વારા ચકાસણી હાથ ધરાઇ હતી.

જેના ભાગરૂપે સ્પર્ધાત્મક તૈયારીઓ અને ધો.10 થી 12ના વિદ્યાર્થીઓને કોચિંગ આપતા એકમોમાં દરોડા કરાયા હતા. વર્લ્ડ ઇનબોક્સ નોલેજ શેરીંગ પ્રા. લી.ની હિંમતનગર અને મહેસાણા બ્રાન્ચ ખાતે સર્ચ હાથ ધરાયું હતું. જોકે, અધિકારીઓ જરૂરી સાહિત્ય ડેટા, રેકોર્ડ અંકે કરી વિદાય થઇ ગયા હતા પરંતુ કોઇ ગેરરીતિ મળી કે નહીં તે મામલે કોઇ સ્પષ્ટતા કરાઇ ન હતી.

અન્ય સમાચારો પણ છે...