આયોજન:સતલાસણામાં ગ્રેનાઇટ, વિજાપુરમાં ચાઇનાક્લે ખનિજ માટે સંશોધન શરૂ

મહેસાણા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ખાણ-ખનિજ વિભાગ ગાંધીનગર કચેરી દ્વારા હાથ ધરાયેલો સર્વે છ મહિના ચાલશે

ખાણ અને ખનિજ વિભાગ ગાંધીનગર વડી કચેરીની ટીમ દ્વારા મહેસાણા જિલ્લામાં ગ્રેનાઇટ અને ચાઇના ક્લે માટે સંશોધન સર્વે શરૂ કરાયો છે. સતલાસણા વિસ્તારમાં ગ્રેનાઇટ તેમજ વિજાપુરમાં ચાઇના ક્લે, સાબરમતી નદીના પટમાં રેતી ખનિજ માટે વિવિધ જગ્યાએ હાલ સ્પેશિયલ ટીમ દ્વારા સંશોધન ચાલી રહ્યું છે.

મહેસાણા મદદનીશ ભૂસ્તર અધિકારીના જણાવ્યા મુજબ, જમીનમાં ડ્રિલિંગ કરી જિયોલોજિકલ સર્વે ટીમ દ્વારા સંશોધન કરવામાં આવી રહ્યું છે. નવા સંશોધનમાં ખનિજની ઉપલબ્ધતાની શક્યતા ધરાવતા વિસ્તારોને આવરી લઇ સર્વે કરાઇ રહ્યો છે. જેમાં ચાઇના ક્લે, ગ્રેનાઇટ, સાદી રેતી વિસ્તારમાં કેટલી માત્રામાં મળી શકે તે સંશોધનમાં બહાર આવશે. છ માસ સંશોધન ચાલે તેવી શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...