રજૂઆત:મહેસાણા-પાલનપુર વચ્ચે બીજી રેલવે લાઈનનું કામ શરૂ કરો, મહેસાણા રેલવે સ્ટેશને 3 ટ્રેનોના સ્ટોપેજ આપો

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાંસદની રેલ રાજ્ય મંત્રીને લેખિત રજૂઆત

મહેસાણા-પાલનપુર વચ્ચેની બીજી રેલવે લાઈનની કામગીરી તાત્કાલિક ધોરણે શરૂ કરવા અને મહેસાણા રેલવે સ્ટેશન ઉપર 3 ટ્રેનોના સ્ટોપેજ આપવા મહેસાણાનાં સાંસદ શારદાબેન પટેલે રેલવે રાજ્ય મંત્રીને લેખિત રજૂઆત કરી છે. અમદાવાદથી મહેસાણા અને પાલનપુરથી દિલ્હી સુધી રેલવેની બે લાઈનો બની ગઈ છે. મહેસાણા-પાલનપુર વચ્ચે બીજી રેલવે લાઈન કાર્યરત કરાય તો રેલવેની મુસાફરી દરમિયાન સમયનો બચાવ થાય તેમ છે. જ્યારે નવી ટ્રેનો પણ શરૂ કરી શકાય તેમ છે.

તેથી મહેસાણા પાલનપુર વચ્ચેની બીજી રેલવે લાઈનની કામગીરી તાત્કાલિક ધોરણે શરૂ કરવા મહેસાણાના સાંસદ શારદાબેન પટેલે રેલવે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશને લેખિત રજૂઆત કરી છે. આ ઉપરાંત 02215-02216 બાંદ્રા ટર્મિનસ-દિલ્હી સરાઈરોહિલ્લા-બાંદ્રા ટર્મિનસ, 06311-06312 બિકાનેર-કોચુવિલ્લી-બિકાનેર અને 06533-06534 બેંગાલુરૂ-અજમેર- બેંગાલુરૂ ટ્રેનોના સ્ટોપેજ મહેસાણા રેલવે સ્ટેશન ઉપર કોરોના અગાઉ હતા. તે હાલમાં નહી હોવાથી મહેસાણાના મુસાફરોને તકલીફો પડતી હોવાથી ફરીથી સ્ટોપેજ આપવા સાંસદે રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...