તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વળતર:કડી-બહુચરાજીના ખેડૂતોને બાકી પાક સહાય ચૂકવણું શરૂ

મહેસાણા7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 540 ખેડૂતોના બેંક ખાતાની વિગતોમાં ખામી હોઇ સહાય મળી ન હતી

મહેસાણા જિલ્લામાં ગત વર્ષે ભારે વરસાદના કારણે મહેસાણા, બહુચરાજી અને કડી તાલુકામાં પાક નુકસાન થયું હતું. જેમાં ઓનલાઇન સહાય ચૂકવણામાં 3 તાલુકાના 540 જેટલા ખેડૂતોના બેંક ખાતાની વિગતોમાં ખામી જણાતાં તેઓ અત્યાર સુધી સહાયથી વંચિત રહ્યા હતા. સહાયથી વંચિત રહેલા 540 જેટલા ખેડૂતોને ચેક દ્વારા સહાય ચૂકવાશે.

જે અંતર્ગત શનિવારે જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણી અને જિલ્લા ખેતીવાડી અધિકારી ભાવેશભાઇ જોશી દ્વારા પ્રથમ તબક્કાની ગ્રાન્ટમાંથી કડી તાલુકાના 300 અને બહુચરાજી તાલુકાના 90 ખેડૂતોને રૂ.21.84 લાખની સહાય ચેક દ્વારા ચુકવવાનો પ્રારંભ કર્યો હતો. બીજા તબક્કાની ગ્રાન્ટ આવ્યા બાદ મહેસાણા તાલુકાના બાકી રહેતાં 150 ખેડૂતોને તબક્કા વાર સહાયના ચેક ચૂકવાશે.

અન્ય સમાચારો પણ છે...