આરોગ્ય મેળો:મહેસાણા જિલ્લામાં આજથી આરોગ્ય મેળાનો પ્રારંભ, વિવિધ રોગના દર્દીઓએ લાભ લીધો

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 22 એપ્રિલ સુધી તાલુકા કક્ષાએ યોજાનાર આરોગ્ય મેળામાં નાગરિકોને સેવાઓનો લાભ મળશે

આરોગ્યની સુલભ સેવાઓ લોકોને ઝડપથી અને સરળતાથી મળી રહે તે હેતુસર મહેસાણામાં સાંસદ સભ્ય શશારદાબેન પટેલે આરોગ્ય મેળાનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે સંસદ સભ્ય શારદાબેન પટેલે જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં રાજ્યવ્યાપી તાલુકા હેલ્થ તાલુકા મેળાઓનો આજથી પ્રારંભ કરાયો છેય ત્યારે મહેસાણા જિલ્લાના દશ તાલુકાઓના લોકોને આરોગ્યલક્ષી સુવિધાઓ હવે ઘર આંગણે જ મળી રહેશે તેવો દ્રઢ વિશ્વાસ સંસ વ્યક્ત કર્યો હતો.

રાજ્યમાં PMJAY અને માં કાર્ડ સહિતની રાષ્ટ્રીય અને રાજ્યસ્તરની વિવિધ આરોગ્યલક્ષી સેવાઓ હવે વધુ સુદ્રઢ અને સરળ બની છે. સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડીને રાજ્યના સર્વાંગી વિકાસની ગતિને અવિરત ચાલુ રાખી હોવાનું તેમણે ઉમેર્યું હતું. જન જનને મળતી આરોગ્યલક્ષી સેવાઓ વધુ સુદ્રઢ અને સરળ બનાવવામાં આ બ્લોક હેલ્થ મેળા સેતુરૂપ ભુમિકા નિભાવશે તેમ જણાવ્યું હતું.

જિલ્લા કલેક્ટર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, તાલુકા હેલ્થ મેળા થકી અંતરિયાળ અને છેવાડાના લોકોને આરોગ્યલક્ષી સેવાઓનો સીધો લાભ મળશે. સ્પેશીયાલીસ્ટ તબીબો થકી તેમની સારવાર અને નિદાન સરળતાથી કરી શકશે. આરોગ્ય મેળા દ્વારા આયુષ્યમાન કાર્ડ, નિરામય ગુજરાત, ઈ-સંજીવની યોજના સહિત વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓ આ જિલ્લા માટે ખુબ જ અગત્યની બની રહેશે તેવો આશાવાદ કલેકટરે વ્યક્ત કર્યો હતો

તા 18 થી તા. 22 મી એપ્રિલ, દરમિયાન તાલુકાકક્ષાએ યોજાનારા બ્લોક હેલ્થ મેળાનો વધુમાં વધુ લાભ લેવા તેમણે અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે સિવીલ સર્જન બ્લોક હેલ્થ મેળામાં આપવામાં આવતી આરોગ્યલક્ષી સેવાઓની વિસ્તૃત જાણકારી પુરી પાડી હતી.

જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રહલાદભાઇ પરમાર,જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશ સહિત અન્ય મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને PMJAY યોજનાના કાર્ડ વિતરણ કરાયાં હતાં. આ કેમ્પમાં હેલ્થ આઈડી, બ્લડ ડોનેશન કેમ્પ, મોતીયાની તપાસ ઉપરાંત સ્પેશ્યાલીસ્ટમા પીડીયાટ્રીશીયન, ફીજીશીયન, ગાયનેક, ઓર્થોપેડિક, ડેન્ટીસ્ટ, સ્કીન, ઈ. એન. ટી, ટેલી કન્સલ્ટેશન સર્વિસની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, મહેસાણા જિલ્લામાં 18 એપ્રિલથી 22 એપ્રિલ દરમિયાન સવારે આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવેલ છે 19 એપ્રિલ દરમિયાન કડી ચંપાબા હોલ,વડવાળા હનુંમાન મંદિર પાસે.એ.પી.એમ.સી પાછળ કડી ખાતે તેમજ સામુહિક આરોગ્ય કેન્દ્ર બેચરાજી ખાતે, 20 એપ્રિલના રોજ મા ઉમિયાયાત્રી ભવન દાસજ રોડ ઉંઝા ખાતે તેમજ પ્રાથમિક શાળા મલેકપુર વડ વડનગર ખાતે ,21 એપ્રિલના રૉજ વિસનગર જી.ડ઼ી હાઇસ્કુલ ખાતે તેમજ રોટરી હોલ વિજાપુર ખાતે સહિત 22 એપ્રિલના રોજ પ્રાથમિક શાળા સી.એચ.સીની બાજુમાં સતલાસણા ખાતે અને નગરપાલિકા હોલ ખેરાલું ખાતે કાર્યક્રમ યોજાનાર છે

આ મેળાનો મુખ્ય હેતુ આરોગ્યના વિવિધ પ્રોગ્રામ અને યોજનાઓને જનજાગૃતિ આપવી,આયુષ્યમાન ભારત પી.એમ.જે.વાય મા યોજના અંગેની કામગીરી,ચેપી-બિનચેપી રોગના અટકાયતી પગલાં અંગેની જનજગૃતિ,વિવિધ માસ મિડીયા મારફતે વેલનેસ બિહેવીયર અપનાવવા અંગેની જનજાગૃતિ,આરોગ્ય નિદાન સારવાર,ટેલી કન્લસ્ટેશનની સુવિધાઓ ઉબી કરવી તેમજ આરોગ્યલક્ષી કામગીરી કરવાની છે.

અન્ય સમાચારો પણ છે...