ધોરણ 10માં સ્ટાન્ડર્ડ ગણિતનું પેપર પાઠ્યપુસ્તક આધારિત સરળ નીકળતાં હોશિયાર વિદ્યાર્થીઓ સારો સ્કોર કરી શકશે. માત્ર ચારેક પ્રશ્ન સામાન્ય ટ્વિસ્ટ કરીને પૂછાયા હતા. જ્યારે ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં રસાયણ વિજ્ઞાનનું પેપર ભૌતિક વિજ્ઞાન કરતાં સહેલું લાગ્યું હતું. કેટલાક એમસીક્યુ અઘરા હતા. જ્યારે થિયરીમાં બેઠા પ્રશ્નો ન પૂછતાં નવા જ પૂછાયા હોઇ એવરેજ વિદ્યાર્થીઓ માટે ટફ રહ્યું હતું.
હોશિયાર સ્ટાન્ડર્ડ ગણિતમાં સ્કોરિંગ કરશે
ગણિત વિષયમાં રસ ધરાવતા અને આ વિષય સાથે આગળ વધવા માગનાર જે વિદ્યાર્થીઓએ સ્ટાન્ડર્ડ ગણિત પસંદ કર્યું છે તેમના માટે સ્ટાન્ડર્ડ ગણિતનું પેપર સ્કોરિંગ કરનારૂં હતું. તમામ દાખલા પાઠ્યપુસ્તક આધારિત હતા. 4 માર્કના પ્રશ્નો સામાન્ય ટ્વિસ્ટ કરીને પૂછાયા હતા. એકંદરે પેપર ખૂબ સરળ હતું.> અલ્કેશ પટેલ, શિક્ષક ગણિત વિષય
રસાયણવિજ્ઞાન એમસીક્યુમાં ટ્વિસ્ટ પ્રશ્નો અને થીયરી અઘરી
50 માર્કસના એમસીક્યુ પ્રશ્નો થોડાક ટ્વિસ્ટ કરીને પુછાયા છે. મોટાભાગના વિદ્યાર્થીઓ કોર્નર પ્રશ્નો વાંચવાનું છોડી દેતા હોય છે. હોશિયાર વિદ્યાર્થીઓએ ડીપમાં કોર્નર પ્રશ્નો વાંચ્યા હશે એ જ સ્કોરિંગ મેળવી શકશે. એવરેજ વિદ્યાર્થીઓને સ્કોરિંગ મેળવવું ટફ રહેશે. થિયરી વિભાગમાં નવા પ્રશ્નો પૂછાયા છે. ઊંડાણપૂર્વકનું વાંચન કર્યું છે એવા વિદ્યાર્થીઓ સ્કોર મેળવી શકશે.> આર.જે. પટેલ, શિક્ષક, રસાયણ વિજ્ઞાન
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.